પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ), સોમવાર, તા. ૧૨-૯-૨૦૨૨
તૃતીયા શ્રાદ્ધ, પંચક, ભદ્રા પ્રારંભ
*ભારતીય દિનાંક ૨૧, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ વદ-૨ * જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ વદ-૨
* પારસી શહેનશાહી ૨૮મો જમીઆદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૭મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા સવારે ક. ૦૬-૫૮ સુધી, પછી રેવતી.
* ચંદ્ર મીનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૬ , અમદાવાદ ક. ૦૬ મિ. ૨૬ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૫ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : બપોરે ક. ૧૩-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૩૬ (તા. ૧૩)
* ઓટ: સવારે ક. ૦૬-૪૦, રાત્રે ક. ૧૯-૧૬
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – દ્વિતીયા. તૃતીયા શ્રાદ્ધ, પંચક, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૩-૦૨.
* શ્રાદ્ધ પર્વ:ત્રીજ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજરોજ કરવું. પિતૃ શબ્દ દિવંગત પૂર્વજોની ઓળખનું નામ છે. માતા-પિતા કે અન્ય દિવંગત સવજનોના આત્માની શાંતિ માટે તેમને ભૂત યોનિમાંથી મુક્તિ અપાવવા માટે બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ એ શ્રદ્ધાપૂર્વક પિતૃઓ પ્રતિ કરવામાં આવેલી પૂજા અને તેમને સંતુષ્ટ કરવા માટે તેમને માટે યોગ્ય વસ્તુઓનું સમર્પણ.મૃત્યુ એ જીવનનું સત્ય છે. જન્મ પછી મૃત્યુ ઈશ્ર્વરે નક્કી કરેલ છે. કોઈ મૃત્યુ વગર એટલે કે અમરત્વ લઈને આવેલ નથી. જીવનનું આ એક અત્યંત મહત્ત્વનું તત્ત્વ છે. શ્રાદ્ધમાં રુચિ, શ્રદ્ધા લાવવાથી મૃત્યુનું મહત્ત્વ સમજાય છે. અને તે દ્વારા જીવન જીવવાનો ઉત્સાહ વધે છે.
* આચમન: ચંદ્ર-શનિ અર્ધત્રિકોણ કરકસરિયા, ચંદ્ર-મંગળ અર્ધત્રિકોણ પ્રવૃત્તિપ્રિય
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ અર્ધત્રિકોણ, ચંદ્ર-મંગળ અર્ધત્રિકોણ
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, વક્રી બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

Google search engine