પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ), શુક્રવાર, તા. ૧૬-૯-૨૦૨૨, સપ્તમી શ્રાદ્ધ

* ભારતીય દિનાંક ૨૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ વદ-૬
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ વદ-૬
* પારસી શહેનશાહી ૨જો બેહમન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૧મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૦૯-૫૪ સુધી, પછી રોહિણી.
* ચંદ્ર વૃષભમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૭ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૧ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : બપોરે ક. ૧૫-૧૭, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૦ (તા. ૧૭)
* ઓટ: સવારે ક. ૦૯-૦૫, રાત્રે ક. ૨૧-૧૧
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ-ષષ્ઠી. સપ્તમી શ્રાદ્ધ, ભદ્રા બપોરે ક. ૧૨-૨૦થી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૩.
* શ્રાદ્ધ પર્વ: સાતમ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. શ્રાદ્ધ વિશેનું વર્ણન અમાપ છે. શ્રાદ્ધને સમજવા માટે પ્રથમ શ્રદ્ધા આવશ્યક છે. શ્રાદ્ધને માટે અનેક વિધિઓ શાોમાં વર્ણિત છે. પરંતુ પ્રથમ સ્વરૂપે શ્રાદ્ધને અનુસરવા માટે બ્રાહ્મણ ભોજન, કુટુંબીજનો, બહેન-દીકરા જમાઈ સર્વને ભોજન, જરૂરિયાતમંદોને ભોજન એ પ્રથમ માર્ગ છે. અનેક સમાજસેવાના કાર્યો પણ શ્રાદ્ધ નિમિત્તે કરી શકાય, પરંતુ તીર્થમાં શ્રાદ્ધ એ પોતાના ઘરે તર્પણ શ્રાદ્ધમાં પણ થઈ શકે તેમ છે.
આચમન: ચંદ્ર-બુધ ત્રિકોણ ભાષાઓના જાણકાર, મંગળ-શુક્ર ચતુષ્કોણ અતિ ઉત્સાહી, સૂર્ય-નેપ્ચ્યૂન પ્રતિયુતિ દગાથી હાનિ થાય.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ત્રિકોણ, મંગળ-શુક્ર ચતુષ્કોણ (તા. ૧૭), સૂર્ય-નેપ્ચ્યૂન પ્રતિયુતિ (તા. ૧૭). ચંદ્ર કૃત્તિકા યુતિ.
* ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, વક્રી બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.

Google search engine