આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૧૫-૯-૨૦૨૨ ષષ્ઠી શ્રાદ્ધ, કૃત્તિકા શ્રાદ્ધ

* ભારતીય દિનાંક ૨૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ વદ-૫
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ વદ-૫
* પારસી શહેનશાહી ૧લો હોરમજદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૦મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર ભરણી સવારે ક. ૦૮-૦૪ સુધી, પછી કૃત્તિકા.
* ચંદ્ર મેષમાં બપોરે ક. ૧૪-૨૬ સુધી, પછી વૃષભમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૭ સ્ટા. ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૨ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : બપોરે ક. ૧૪-૪૫, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૫ (તા. ૧૬)
* ઓટ: સવારે ક. ૦૮-૨૬, રાત્રે ક. ૨૦-૪૪
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ- પંચમી. ષષ્ઠી શ્રાદ્ધ, કૃત્તિકા શ્રાદ્ધ, પારસી ૨જો અર્દીબહેશ્ત માસારંભ.
* શ્રાદ્ધ પર્વ: છઠ્ઠ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ. કૃત્તિકા નશ્રત્રનાં શ્રાદ્ધનો મહિમા અધિક છે. કૃતિકા શ્રાદ્ધ ખ્યાતિ, પ્રસિદ્ધિ, આરોગ્ય પ્રદાન કરે છે. શ્રી નારાયણ ભગવાનની પૂજા બ્રાહ્મણ દ્વારા કરવી. અગ્નિ પૂજા કરવી. કુટુંબના સભ્યોની સાથે આપણે આ જન્મમાં તો અવશ્ય સંકળાયેલા છે અને પરસ્પર સૌનું ઋણ રહેલું છે. માતા-પિતા, ભાઈ-બહેન એમ સર્વે એકબીજાના ઋણી છે. માતા-પિતાનું ઋણ આ જન્મમાં પણ અદા કરવાના પ્રયત્નો ઓછા પડે. દિવંગત માતા-પિતાના સ્મરણાર્થે સત્કાર્યો કરવા શ્રાદ્ધપર્વ અને સમગ્ર વર્ષ અનેક તક આપે છે.
* આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ મતલબી, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સર્વાંગી ઉદય
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, વક્રી બુધ હસ્ત પ્રવેશ.
* ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, વક્રી બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.