આજનું પંચાંગ

પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. ૧૪-૯-૨૦૨૨
પંચમી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ
* ભારતીય દિનાંક ૨૩, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ વદ-૪
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ વદ-૪
* પારસી શહેનશાહી ૩૦મો અનેરાન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
*પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૯મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર અશ્ર્વિની સવારે ક. ૦૬-૫૬ સુધી, પછી ભરણી.
* ચંદ્ર મેષમાં.
*ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ).
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૭ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૩ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : બપોરે ક. ૧૪-૧૨, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૬ (તા. ૧૫).
* ઓટ: સવારે ક. ૦૭-૪૯, રાત્રે ક. ૨૦-૧૭.
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ-ચતુર્થી. પંચમી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ, માધવદેવ તિથિ (આસામ)
*શ્રાદ્ધ પર્વ: પાંચમ તિથિએ દિવગંતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. આજે ભરણી નક્ષત્રમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થઇ આશીર્વાદ આપે છે. શ્રાદ્ધ કરનારની મનોકામનાં પૂર્ણ થાય છે. શ્રાદ્ધ વિધિનું પાલન શ્રદ્ધાપૂર્વક કરવું. ક્ષમતાપૂર્વક શ્રાદ્ધને અનુસરવું. પરંતુ શ્રાદ્ધ તો ચાલું જ રાખવું. તેમાં જ સંતાનોની ફરજ છે. શ્રાદ્ધ નિત્ય ફરજ યુક્ત છે.શ્રાદ્ધ એ સનાતન હિંદુ સંસ્કૃતિની પરંપરા છે. શ્રાદ્ધને આપણે વૈજ્ઞાનિક દષ્ટિએ, ધાર્મિક દૃષ્ટિએ એમ અનેક દષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીએ, શ્રાદ્ધક્રિયા એ વૈદિક ક્રિયા છે. સનાતન ધર્મમાં જ નહીં પરંતુ સર્વધર્મમાં વિધ વિધ સ્વરૂપે દિવંગત પરત્ત્વેેની શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. શ્રાદ્ધ સમજ ન પડેતો પણ શ્રધ્ધાના ભાવથી વિચલિત થવું નહીં, આળસ દાખવવી નહીં. શ્રાદ્ધ વિધિ કરતી વખતે એકાગ્રતા, શાંત મન, મૌન દાખવવું.
* આચમન: ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાપ્રેમી, ચંદ્ર-રાહુ યુતિ નિષ્ફળતાનો ભય, ચંદ્ર-હર્ષલ યુતિ ઓચિંતા ફેરફારો આવે.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-રાહુ યુતિ, ચંદ્ર-હર્ષલ યુતિ (તા. ૧૫). ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે.
* ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, વક્રી બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.