આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૯-૯-૨૦૨૨,
અનંત ચતુર્દશી, વ્રતની પૂનમ

* ભારતીય દિનાંક ૧૮, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૧૪
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૪
* પારસી શહેનશાહી ૨૫મો અશીશવંધ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
*પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૪મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૧૧-૩૪ સુધી, પછી શતભિષા.
*ચંદ્ર કુંભમાં.
* ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ).
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૫ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૮ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સવારે ક. ૧૧-૧૬, રાત્રે ક. ૨૩-૨૭
*ઓટ: સાંજે ક. ૧૭-૨૨, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૨ (તા. ૧૦)
*વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ચતુર્દશી. અનંત ચતુર્દશી, વ્રતની પૂનમ, ઈન્દ્ર ગોવિંદપૂજા (ઓરિસ્સા), પંચક, ભદ્રા સાંજે ક. ૧૮-૦૯થી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૭.
*શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: વ્રતની પૂનમનો ઉપવાસ, નિત્ય થતા હનુમાનજીના તીર્થ, કુળદેવી-દેવતાના તીર્થયાત્રા પ્રવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ-સહસ્ર નામસ્તોત્ર પાઠ વાંચન, વસુદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પાટ-અભિષેક પૂજા, બગીચાના કામકાજ, ગણેશ મંદિર ઉપર ધજા, કળશ-પતાકા ચઢાવવી, દક્ષિણનો પ્રવાસ નાળિયેરનું ટોપરું ખાઈ પ્રારંભવો. પર્વ નિમિત્તે નવાં વસ્ર, આભૂષણ, નિત્ય થતાં દુકાન-વેપાર, પશુ લે-વેંચના કામકાજ, વૃક્ષ રોપવા.
* શ્રી ગણેશપર્વ: શિવ સર્વ વ્યાપી છે, તો શ્રીગણેશ સર્વ જ્ઞાન, સર્વ માહિતીમાં સર્વ શાસ્ત્રોમાં વ્યાપ્ત છે. ચંચળ મન ઉપર કાબૂ રાખવા માટે શિક્ષણ વિદ્યાભ્યાસ, જ્ઞાન પ્રાપ્તિની આવશ્યક્તા છે. આ માટે શ્રી ગણેશની નિત્ય પૂજા કરવાથી જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે. શ્રી ગણેશનું મૂર્ત પર્વ નિમિત્તેનું નિર્માણ કરેલ સ્વરૂપની આજ રોજ વિદાય થાય છે, પરંતુ તેમની નિત્ય પૂજા, અનુષ્ઠાન, ભક્તિ, સર્વ શ્રદ્ધાવાનોના પ્રત્યેક ઘરોમાં, સંપ્રદાયોમાં થતી જોવામાં આવે છે. જન્મકુંડળીમાં ચંદ્ર-મંગળના અશુભ યોગો હોય તેમણે આજ રોજ મંગળ ગ્રહદેવતાનું અનુષ્ઠાન, જાપ, હવન અવશ્ય કરવા.
* આચમન: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ બદનામીનો ભય, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ (તા. ૧૦).
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.
———-

(દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા.૧૦-૯-૨૦૨૨,

શ્રાદ્ધ પક્ષ પ્રારંભ, અંબાજીનો મેળો
* ભારતીય દિનાંક ૧૯, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૧૫
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૫
* પારસી શહેનશાહી ૨૬મો આસતાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
*મીસરી રોજ ૧૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર શતભિષા સવારે ક. ૦૯-૩૬ સુધી પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૨ સુધી, પછી મીનમાં .ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૬ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૭ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સવારે ક. ૧૧-૫૫, મધ્યરાત્રે ક. ૦૦-૧૨, ઓટ: સાંજે ક. ૧૮-૦૩, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૩ (તા. ૧૧). વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – પૂર્ણિમા. પૌષ્ઠપદી પૂર્ણિમા, અંબાજીનો મેળો, ભાગવત સપ્તાહ સમાપ્તિ, સંન્યાસીના ચાતુર્માસ સમાપ્તિ, ગોત્રી-રાત્રિ વ્રત સમાપન, અન્વાધાન, પંચક, મહાલય, શ્રાદ્ધારંભ, પ્રતિપદા શ્રાદ્ધ, નારાયણગુરુ જયંતી (કેરાલા), પંચક, બુધ વક્રી
* શુભાશુભ દિનશુદ્ધિ: શ્રાદ્ધ પર્વ આજથી તા. ૨૫ સુધી હોય આ સમયમાં સાંસારિક માંગલિક કાર્યો વર્જ્ય છે. મુહૂર્ત વિશેષ: રાહુ – વરુણ દેવતાનું પૂજન, વૃક્ષ વાવવાં, કુળ દેવી-દેવતાનાં તીર્થ સ્થળની યાત્રા, જપ, તપ, હવન, શક્તિ મંદિરો પર ધજા, કળશ, પતાકા ચઢાવવી, માલ લેવો, ધાન્ય વેચવું, પશુ લે-વેચનાં નિત્ય થતાં કામકાજ, શ્રાદ્ધ પર્વ: શ્રાદ્ધ પક્ષ આજથી ૨૫ સપ્ટેમ્બર સુધી છે. શ્રાદ્ધના પવિત્ર તિથિ પર્વ:- તા. ૧૦મીએ એકમનું શ્રાદ્ધ, તા. ૧૧મીએ બીજનું, તા. ૧૨મીએ ત્રીજનું, તા. ૧૩મીએ ચોથનું, તા. ૧૪મીએ પાંચમનું, ભરણી શ્રાદ્ધ, તા. ૧૫મીએ ૬ઠ્ઠનું કૃત્તિકા શ્રાદ્ધ, તા. ૧૬મીએ સાતમનું શ્રાદ્ધ, તા. ૧૮મીએ આઠમનું, તા. ૧૯મીએ નવમી, સૌભાગ્યવતીનું શ્રાદ્ધ, તા. ૨૦મીએ દસમીનું, તા. ૨૧મીએ એકાદશીનું, તા. ૨૨મીએ બારસનું, સંન્યાસીના મહાલય, તા. ૨૩મીએ તેરસનું, મઘા શ્રાદ્ધ, તા. ૨૪મીએ ચતુર્દશીનું, શસ્રોથી મરેલાનું શ્રાદ્ધ, તા. ૨૫મીએ સર્વપિત્રી, પૂનમ-અમાસનું શ્રાદ્ધ, મહાલય પક્ષ સમાપ્ત થાય છે. તા. ૨૬મીએ માતામહ શ્રાદ્ધ શ્રાદ્ધ પક્ષમાં લગ્ન, વિવાહ, સાંસારિક, માંગલિક કાર્યના મુહૂર્ત ગ્રાહ્ય નથી. પ્રતિપદા તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજરોજ કરવું. શ્રાદ્ધ પર્વમાં પિતૃ તર્પણ, પિંડ દાન સહિત શ્રાદ્ધ કરવું. પિતૃઓના સ્મરણાર્થે, મોક્ષાર્થે સામાજિક કાર્યો કરવા. પરિવારમાં ઊભા થયેલ વિવાદો-ક્લેશ, મતભેદો ભૂલી , સંપનું વાતાવરણ પેદા કરી શ્રાધ્ધ વિધાન કરવું. આચમન: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ વ્યવહારમાં મુશ્કેલી પડે, ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ સ્વપ્નદષ્ટા.ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ, ભાદ્રપદ પૂર્ણિમા યોગ, ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ (તા. ૧૧). બુધ સ્તંભી થઈ વક્રી થશે. ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, વક્રી બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.