આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

*દક્ષિણાયન સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૮-૯-૨૦૨૨, પ્રદોષ, પંચક પ્રારંભ
* ભારતીય દિનાંક ૧૭, માહે ભાદ્રપદ,
શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૧૩ ) જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૩
* પારસી શહેનશાહી ૨૪મો દીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૩મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર શ્રવણ બપોરે ક. ૧૩-૪૫ સુધી, પછી ઘનિષ્ઠા.
* ચંદ્ર મકરમાં મધ્યરાત્રે ક. ૨૪-૩૮ સુધી, પછી કુંભમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૫ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૯ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સવારે ક. ૧૦-૩૪, રાત્રે ક. ૨૨-૩૭
* ઓટ: સાંજે ક. ૧૬-૩૮, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૩૬ (તા. ૯)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ત્રયોદશી. પ્રદોષ, ગોત્રી-રાત્રિ વ્રતારંભ, ઓનમ-થિરુઓનમ (કેરાલા), પંચક પ્રારંભ મધ્યરાત્રે ક. ૨૪-૪૦.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: સર્વદેવ પ્રતિષ્ઠા, પ્રદોષ વ્રત ઉપવાસ, શિવ-પાર્વતી પૂજા, નામ, જપ, કીર્તન, રાત્રિ જાગરણ, ચંદ્ર-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પરદેશગમનનું પસ્તાનું, પરગામ પ્રયાણ મધ્યમ, પશ્ર્ચિમનો પ્રવાસ ભોજનમાં દૂધની વાનગી ખાઈ પ્રારંભવો. વાહન સવારી, દુકાન વેપાર, વિદ્યારંભ, હજામત, માલ લેવો, પ્રયાણ શુભ, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, પાટ-અભિષેક પૂજા, વૃક્ષ વાવવા, બગીચો બનાવવો, ધજા-કળશ પતાકા ચઢાવવી, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, ખેતીવાડીના કામકાજ, રાજ્યાભિષેક.
* શ્રી ગણેશપર્વ : આજ રોજ ગણેશ પૂજા સહિત શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા તથા આંકડાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું, ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન કરવું, શ્રી ગણેશ અથર્વશીશમ્ અભિષેક હવન પણ શ્રેષ્ઠ છે. શ્રી ગણેશની ઉપાસના ભક્તિ અનેક સ્વરૂપે થઈ શકે છે, પરંતુ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા થયેલ ષોડ્શ ઉપચાર સહિત શાસ્ત્રશુદ્ધ પૂજાનો મહિમા અધિક છે. જન્મકુંડળીમાં ચંદ્ર-શનિના, હર્ષલના અશુભ યોગ હોઈ તેમણે શ્રી ગણેશપૂજા ઉપરાંત આજ રોજ શિવ-પાર્વતીની પૂજા અવશ્ય કરવી.
* આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અસ્થિર મનના, ચંદ્ર-શનિ યુતિ શંકાશીલ, સૂર્ય-રાહુ ત્રિકોણ સ્વતંત્ર સ્વભાવના
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ યુતિ, સૂર્ય-રાહુ ત્રિકોણ (તા. ૯)
* ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.