આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૬-૯-૨૦૨૨,
પરિવર્તિની એકાદશી
* ભારતીય દિનાંક ૧૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૧૧
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૧
* પારસી શહેનશાહી ૨૨મો ગોવાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૯મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૧મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર પૂર્વાષાઢા સાંજે ક. ૧૮-૦૮ સુધી, પછી ઉત્તરાષાઢા.
* ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૨૩-૩૭ સુધી, પછી મકરમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૪ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૧ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સવારે ક. ૦૮-૪૨, રાત્રે ક. ૨૦-૨૫
* ઓટ: બપોરે ક. ૧૪-૪૬, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૭ (તા. ૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – એકાદશી. પરિવર્તિની એકાદશી સ્માર્ત (કમલકાકડી), ભદ્રા સાંજે ક. ૧૬-૩૨ થી મધ્યરાત્રિ પછી ૨૭-૦૬.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: મંગળ ગ્રહદેવતાનું પૂજન, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, મધ્યાહનનો પ્રવાસ આંબાની ખીર ખાઈ પ્રારંભવો, વિદ્યારંભ, માલ વેંચવો, નિત્ય થતાં મિલકત લેવડદેવડ, ખેતીવાડી, પશુ-લેવડદેવડના કામકાજ.
* શ્રી ગણેશપર્વ: શ્રી ગણેશ સર્વના પ્રિય છે. સર્વત્ર દેશ વિદેશમાં પૂજાય છે અને ધર્મ, સંપ્રદાયમાં પૂજનીય છે, પ્રત્યેક કાર્યનાં પ્રારંભ, કલા, નાટ્ય, સાહિત્ય, કવિતા, પ્રસંગોમાં, પૂજાના પ્રારંભમાં ગણપતિનું સ્મરણ, પૂજન અનાદિકાળથી થાય છે. વરદ-વિનાયક, વિઘ્ન નાશક, મંગલમૂર્તિ એમ અનેક નામથી શ્રીગણેશ ઓળખાય છે.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ કાળજીવાળા, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ મૌલિક વિચારના.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ.
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.