Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતઋતુ),
બુધવાર, તા. ૨-૧૧-૨૦૨૨, શ્રી રંગનાથ જયંતી, નારેશ્ર્વર
* ભારતીય દિનાંક ૧૧, માહે કાર્તિક, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક સુદ-૯
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ સુદ-૯
* પારસી શહેનશાહી ૧૯મો ફરવરદીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૮મો આવાં, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૭મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
* મીસરી રોજ ૮મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
* નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૨ સુધી (તા. ૩જી), પછી શતભિષા.
* ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૪-૧૫ સુધી, પછી કુંભમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૬ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૦ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: રાત્રે ક. ૧૯-૦૨
* ઓટ: બપોરે ક. ૧૩-૧૩, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૦૨ (તા. ૩જી)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – નવમી. શ્રી હરિ જયંતી, કુષ્માંડ નવમી, અક્ષય નવમી, શ્રી રંગનાથ જયંતી, નારેશ્ર્વર, સતયુગાદિ, અનલા નવમી (ઓરિસ્સા), જગધાત્રી પૂજા (બંગાળ), પંચક પ્રારંભ ક. ૧૪-૧૭.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: સ્વામી નારાયણ મંદિરોમાં હરિજયંતી વિશેષ પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, નારેશ્ર્વરમાં સંત શ્રી રંગનાથ જયંતી પૂજા પર્વ, ઉત્સવ, સતયુગાદિ તિથિ હોય તર્પણ શ્રાદ્ધ, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, વિશેષરૂપે મંગળ ગ્રહદેવતાનું પૂજન, વસુદેવતાનું પૂજન, ખીજડીનું વૃક્ષ વાવવું, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, વૃક્ષ રોપવા, પશુ લે-વેંચ.
* આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય, શુક્ર-હર્ષલ પ્રતિયુતિ ઈર્ષ્યા ઉપર કાબૂ જરૂરી
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, શુક્ર-હર્ષલ પ્રતિયુતિ (તા. ૩),
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ (તા. ૨), ચંદ્ર-શનિ યુતિ (તા. ૨),
* ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, વક્રી મંગળ-મિથુન, માર્ગી બુધ-તુલા, વક્રી ગુરુ-મીન, શુક્ર-તુલા, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.

RELATED ARTICLES

Most Popular