આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા. ૩-૯-૨૦૨૨,
ગૌરી આહ્વાન, ધરો આઠમ
* ભારતીય દિનાંક ૧૨, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૭
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૭
* પારસી શહેનશાહી ૧૯મો ફરવરદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ, ૧૯મો ફરવરદીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર અનુરાધા રાત્રે ક. ૨૨-૫૬ સુધી, પછી જયેષ્ઠા.
* ચંદ્ર વૃશ્ર્ચિકમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૪ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૪ સ્ટા. ટા.
* : મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
* ભરતી : સાંજે ક. ૧૬-૦૧, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૪ (તા. ૫)
* ઓટ: સવારે ક. ૦૯-૫૫, રાત્રે ક. ૨૨-૧૭
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, “પ્રમાદી નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ) “શુભકૃત નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – સપ્તમી. ગૌરી આહ્વાન, ધરો આઠમ, રાધાષ્ટમી, મહાલક્ષ્મી વ્રતારંભ, લલિતા સપ્તમી (બંગાલ-ઓરિસ્સા), મેલાપાટ (કાશ્મીર), વિંછુડો ભદ્રા પ્રારંભ બપોરે ક. ૧૨-૨૯થી રાત્રે ક. ૨૩-૩૮.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: શનિ દેવતાનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, નાગકેસરના ઔષધીય પ્રયોગો, વૈદ્યુતિ જન્મયોગ શાંતિ પૂજા. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, હનુમાનજીનું પૂજન, હનુમાનચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, પર્વ નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, મહેંદી, નિત્ય થતાં પશુ લે-વેંચ, દુકાન-વેપારના કામકાજ, બી વાવવું, પ્રાણી પાળવા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
* શ્રી ગણેશપર્વ : પાર્વતી માતાનું આવાહન, અગ્નિપૂજા, આજ રોજ ભગવાન ગણેશ, માતાપાર્વતીની પૂજા ઉપરાંત, શ્રી વિષ્ણુ-લક્ષ્મીની પૂજાનો મહિમા જ્યોતિષ આધારે અધિક છે. શૈવ, વૈષ્ણ, શાક્ત કે સૌર્ય (સૂર્ય ઉપાસક) ગમે તે હોય તો પણ બધા શુભ કે અશુભ, લૌકિક વૈદિક કાર્યોના આરંભમાં શ્રી ગણેશજીની પૂજા ખાસ કરવામાં આવે છે.
* આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહાનુભૂતિવાળા, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ અવિચારી, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ સ્વાસ્થ્ય માટે સાવધાની જરૂરી.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ. ચંદ્ર જયેષ્ઠા યુતિ.
* ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.