આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ*, શુક્રવાર, તા. ૨-૯-૨૦૨૨, કાર્તિકસ્વામી દર્શન
* ભારતીય દિનાંક ૧૧, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૬
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૬
* પારસી શહેનશાહી ૧૮મો રશ્ને, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૭મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર વિશાખા રાત્રે ક. ૨૩-૪૬ સુધી, પછી અનુરાધા.
* ચંદ્ર તુલામાં સાંજે ક. ૧૭-૫૫ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર.
* ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત*, વૃશ્ર્ચિક (ન, ય*
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૩ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૫ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
* ભરતી : બપોરે ક. ૧૫-૨૧, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૭ (તા. ૩*
* ઓટ: સવારે ક. ૦૮-૫૯, રાત્રે ક. ૨૧-૨૬
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, “પ્રમાદી નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, “શુભકૃત નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ષષ્ઠી. સૂર્ય ષષ્ઠી, ચંપા ષષ્ઠી, બલરામ જયંતી, કાર્તિકસ્વામી દર્શન, મેલાપાટ (કાશ્મીર*, સોમનાથ વ્રત (ઓરિસ્સા*, મંથન ષષ્ઠી (બંગાળ*, વિંછુડો પ્રારંભ સાંજે ક. ૧૭-૫૨.
* શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
* મુહૂર્ત વિશેષ: ખાત મુહૂર્ત. ઈન્દ્રપૂજા, અગ્નિપૂજા, ગુરુ ગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે, સવારથી મધ્યાહનનો પ્રવાસ મીઠા ફળ ખાઈ પ્રારંભવો. નવા વસ્રો, આભૂષણ, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ પાઠ વાંચન.
શ્રી ગણેશ પર્વ મહિમા : કાર્તિક સ્વામી પૂજા, સમગ્ર વિશ્ર્વ-સજીવ, નિર્જીવ પંચતત્ત્વોથી વરદાન પામેલ છે. પંચદેવ ઉપાસના સર્વને માટે અનિવાર્ય છે. આ પંચદેવ પૂજનમાં પણ શ્રી ગણેશજીની પૂજા પ્રથમ થાય છે. ગણેશ અથર્વશીર્ષમ્માં ગણપતિને સર્વદેવમય ગણાવ્યા છે. શ્રી ગણેશની પૂજાથી મનુષ્ય સર્વ વિઘ્ન, સર્વ પાપ અને સર્વ દોષોથી મુક્ત થઈ સર્વજ્ઞ બને છે.
* આચમન: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અચોક્કસ સ્વભાવ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સંગીતપ્રિય, ચંદ્ર-શનિ ચતુષ્કોણ નબળી પાચનશક્તિ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી દક્ષિણે થશે.
* ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

Google search engine