આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ), સોમવાર, તા. ૨૯-૮-૨૦૨૨

* ભારતીય દિનાંક ૭, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ સુદ-૨
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૨
* પારસી શહેનશાહી ૧૪મો ગોશ,
માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૪મો ગોશ,
માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૨મો મોહોર,
માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧લો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૩જો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રાત્રે ક. ૨૩-૦૩ સુધી, પછી હસ્ત.
* ચંદ્ર ક્ધયામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા
(પ, ઠ, ણ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૫ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૫ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : બપોરે ક. ૧૩-૧૬, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૨ (તા. ૩૦)
* ઓટ: રાત્રે ક. ૧૯-૧૭
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – દ્વિતિયા. શંકર દેવ તિથિ (આસામ), મુસ્લિમ ૨જો સફર માસારંભ. સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: સૂર્ય પૂજા, શિવ-ગણેશ પૂજા, મહાલક્ષ્મી પૂજન, પીપળાનું પૂજન, અર્યંમ્મા પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, સ્થિર કાર્યો, પ્રયાણ મધ્યમ, સવારથી મધ્યાહનનો પ્રવાસ સૂર્યપૂજા, સૂર્યદર્શન કરીને નીકળવું, મુંડન કરાવવું નહીં. નવાં વસ્રો, આભૂષણ, દુકાન-વેપાર, મિત્રતા, અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા-કળશ પતાકા ચઢાવવી, રોપા વાવવા, બી વાવવું, ધાન્ય ભરવું, ખેતીવાડીના કામકાજ, નવી તિજોરીની સ્થાપના.
શનિના અભ્યાસ મુજબ ગોળ, ખાંડમાં મંદી, ઘઉં, જવ, ચણા, મઠ, ચોખા, મગ અડદ, મસૂર, જુવાર, બાજરો વગેરેમાં તેજી આવે. કેટલેક ઠેકાણે વરસાદ નહિવત રહેશે.
* આચમન: ચંદ્ર-બુધ યુતિ તીવ્ર બુદ્ધિ, ચંદ્ર-મંગળ ત્રિકોણ બળવાન જીવનતત્ત્વ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ લોહીવિકાર થાય.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ યુતિ, ચંદ્ર-મંગળ ત્રિકોણ (તા. ૩૦), ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ (તા. ૩૦). વક્રી શનિ ઘનિષ્ઠા પ્રવેશ.
* ગ્રહગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.