આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌરશરદૠતુ), શનિવાર, તા. ૨૭-૮-૨૦૨૨,
અશ્ર્વત્થમારુતિ પૂજન, અન્વાધાન, શ્રાવણના શિવપૂજન નિયમ સમાપ્ત.
* ભારતીય દિનાંક ૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૩૦
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૩૦
* પારસી શહેનશાહી ૧૨મો મોહોર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧લો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર મઘા રાત્રે ક. ૨૦-૨૫ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
* ચંદ્ર સિંહમાં ) ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૬ સ્ટા. ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : બપોરે ક. ૧૨-૨૦, મધ્ય રાત્રે ક. ૦૦-૧૬
* ઓટ: સાંજે ક. ૧૮-૧૭, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૪ (તા. ૨૮)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – અમાવસ્યા. અશ્ર્વત્થમારુતિ પૂજન, અન્વાધાન, શિવપૂજન સમાપ્ત. સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: ખાત મુહૂર્ત. મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, પિતૃપૂજા તીર્થમાં શ્રેષ્ઠ છે. મધ્યાહ્નનો પ્રવાસ કેસર ખાઈ પ્રારંભવો. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નિત્ય થતાં ખેતીવાડીના કામકાજ. શનિ દેવતા, મહાવીર હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન. મંગળના અભ્યાસ મુજબ રૂ, કપાસ, સૂતર, ગોળ, ખાંડ, રેશમ, લાલ મરચાં, સરસવ, તલ, તેલ વગેરેમાં તેજી આવે.
* શ્રાવણ પર્વ મહિમા : આજ રોજ શ્રી ગણેશ, તત્ત્વોમાં શ્રેષ્ઠ સૂર્યનારાયણ, વિષ્ણુ-લક્ષ્મી પૂજાનો મહિમા છે. સત્યનારાયણ દેવતાનું પૂજન કરવું. ૐ નમ: શિવાય પંચાક્ષર મંત્ર જાપનો મહિમા અપરંપાર છે. જેના નિત્ય જાપ કરવાથી મનુષ્ય પોતાનો કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, માતા-પિતા, સર્વે પ્રત્યેની ફરજ અદા કરવા માટે સભાન રહે છે. માતા-પિતા એ શિવ અને શક્તિનું સ્વરૂપ છે. શિવ-પાર્વતીનું પૂજન અને માતા-પિતાની જીવનભર સેવા કરવાથી મનુુષ્ય સર્વ પાપો, જન્મજન્માંતરના કર્મોના દોષો તથા સૂર્યાદિ ગ્રહોના ૠણમાંથી મુક્ત થાય છે. ગંગા, ગોદાવરી, નર્મદા આદિ તીર્થમાં આજ રોજ સ્નાન, તર્પણ શ્રાદ્ધ, ત્રિપિંડી શ્રાદ્ધનો મહિમા. શિવપૂજા ફક્ત શ્રાવણ માસ પૂરતી સીમિત રાખવી નહીં, નિત્ય જીવનપર્યંત શિવપૂજા જાળવી રાખવી. સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં શિવપૂજા એ સત્ય છે. એ ધર્મપાલનનું પ્રથમ પગથિયું છે.
* આચમન: શુક્ર-હર્ષલ ચતુષ્કોણ લગ્ન લંબાઈ શકે છે. સૂર્ય-મંગળ ચતુષ્કોણ ચામડીના દર્દની સારવાર, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી. સૂર્ય-ચંદ્ર યુતિ અધ્યાત્મમાં રુચિ
* ખગોળ જ્યોતિષ: શુક્ર-હર્ષલ ચતુષ્કોણ, સૂર્ય-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, સૂર્ય-ચંદ્ર યુતિ (શ્રાવણ અમાસ તિથિ યોગ), મંગળ રોહિણી પ્રવેશ. બુધ પૂર્વમાં ૨૭ અંશ સૌથી વધુ ઊંચે રહે છે.
* ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.