આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૨૬-૮-૨૦૨૨,
પીઠોરી અમાવસ્યા, દર્શ અમાવસ્યા,
* ભારતીય દિનાંક ૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૧૪
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૧૪
* પારસી શહેનશાહી ૧૧મો ખોરશેદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ૧૧મો ખોરશેદ,માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૯મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* નક્ષત્ર આશ્ર્લેષા સાંજે ક. ૧૮-૩૨ સુધી, પછી મઘા.
* ચંદ્ર કર્કમાં સાંજે ક. ૧૮-૩૨ સુધી, પછી સિંહમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૬ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સવારે ક. ૧૧-૫૨, રાત્રે ક. ૨૩-૪૨
* ઓટ: સાંજે ક. ૧૭-૪૮, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૩૬ (તા. ૨૭)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – ચતુર્દશી. જીવંતિકા પૂજન, પીઠોરી અમાવસ્યા, દર્શ અમાવસ્યા, વૃષભ પૂજન, માતૃકા દિન, દર્ભાહરણ. સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્પપૂજા, ઔષધોપચાર, માલ વેંચવો, ઘર, જમીન, સ્થાવર મિલકતના નિત્ય થતાં લેવડદેવડના કામકાજ.
* શ્રાવણ પર્વ મહિમા : આજ રોજ શિવપૂજા ઉપરાંત શ્રી સત્યનારાયણ કથા પૂજાનો મહિમા છે. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પુરુસુક્ત, શ્રીસુક્ત અભિષેક શ્રેષ્ઠ, મહારાષ્ટ્રમાં વૃષભ પૂજનનો મહિમા છે. પિઠોરી અમાસ, ગ્રામ્ય પ્રદેશોમાં ઉજવાય છે. ત્ર્યંબકેશ્ર્વર, નાસિક આદિ તીર્થમાં સ્નાનનો મહિમા. પ્રાયશ્ર્ચિત સ્નાનનો મહિમા. તીર્થશ્રાદ્ધ તર્પણ. શિવ હરહંમેશ શ્રદ્ધાવાનોના મનમાં વસે છે. શિવજી પોતે જ સૂર્ય છે, ચંદ્ર છે, ધરતી છે, આકાશ છે, અગ્નિ, જળ, વાયુ, આત્મા, મંગળ આદિ ગ્રહદેવતા છે. એમનો નિત્ય જળાભિષેક કરવાથી મનની શાંતિ જળવાય છે. ભવનું દુ:ખ કાપે છે. ગર્વ, અભિમાન, મદ, અહ્મ ઇત્યાદિ દૂર કરી ભક્તિ પ્રાપ્ત થાય છે અને તે દ્વારા જીવનું કલ્યાણ થાય છે. જન્મકુંડળીમાં બુધ ગ્રહની કૃપા પ્રાપ્તિ માટે જ્યોતિષશાસ્રીઓએ આજ રોજ બુધ ગ્રહ દેવતાનું પૂજન ચંપાના પુષ્પથી અવશ્ય કરવું.
* આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ મહેનતુ સ્વભાવ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ
* ગ્રહગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.