આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૨૫-૮-૨૦૨૨, શિવરાત્રિ,
પર્યુષણ પ્રારંભ – પંચમી પક્ષ
* ભારતીય દિનાંક ૩, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૧૩
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૧૩
* પારસી શહેનશાહી ૧૦મો આવા, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૦મો આવાં, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૮મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૪
* નક્ષત્ર પુષ્ય સાંજે ક. ૧૬-૧૫ સુધી, પછી આશ્ર્લેષા.
* ચંદ્ર કર્કમાં ) ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૬ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૭ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સવારે ક. ૧૧-૨૦, રાત્રે ક. ૨૩-૦૮
* ઓટ: સાંજે ક. ૧૭-૧૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૪ (તા. ૨૬)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – ત્રયોદશી. બૃહસ્પતિ પૂજન, શિવરાત્રિ, અઘોરા ચતુર્દશી, કૈલાશયાત્રા (બે દિવસ), પર્યુષણ પ્રારંભ – પંચમી પક્ષ (જૈન), ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સૂર્યોદયથી સાંજે ક. ૧૬-૨૬, (વિવાહે વર્જ્ય). ભદ્રા સવારે ક. ૧૦-૩૭થી રાત્રે ક. ૨૩-૩૩. સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ.
* શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૧૦-૩૯ સુધી શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: પીપળાનું પૂજન, પરદેશનું પસ્તાનું, ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગમાં શ્રી યંત્ર પૂજા પ્રતિષ્ઠા, બ્ર્ાહ્મલીન, હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત રિદ્ધિસિદ્ધિદાયક શ્રી ગણેશયંત્ર પ્રતિષ્ઠા પૂજા, શ્રી ગણપતિ અથર્વશીર્ષમ્ અભિષેક, શ્રી સુક્ત અભિષેક, પુરુસુક્ત અભિષેક, નિત્ય થતાં દુકાન-વેપાર, દસ્તાવેજ, ખેતીવાડી, પશુ લે-વેંચ, સ્થાવર મિલકત લેવડદેવડના કામકાજ, બી વાવવું, ધાન્ય ભરવું, બાળકનું નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, નૌકા બાંધવી, યંત્રારંભ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નવા વસ્રો, આભૂષણ, વાસણ, વિદ્યારંભ. સુવર્ણ ખરીદી.
* શ્રાવણ પર્વ મહિમા : શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શિવરાત્રિ પર્વ નિમિત્તે વિશેષરૂપે શિવરુદ્રાભિષેક પૂજા, રાત્રિ જાગરણ, જન્મકુંડળીમાં ગુરુ-શનિના અશુભ સ્થાન હશે તો ગુરુ-શનિના જાપ આજ રોજ અવશ્ય કરવા. ૐ નમ: શિવાય પંચાક્ષર મંત્ર જાપ કષ્ટ દૂર કરે છે. જીવનું કલ્યાણ થાય છે. સૌનું શુભ કરે છે. શક્તિ આપે છે. ઉદાસીપણું દૂર કરે છે. જન્મના કારણનું જ્ઞાન આપે છે. સમજણ આપે છે. સમગ્ર સૃષ્ટિને શિવમય જોવાની દૃષ્ટિ આપે છે.
* આચમન: શુક્ર-રાહુ ચતુષ્કોણ મર્યાદિત લાગણીવાળા. ચંદ્ર-રાહુ ચતુષ્કોણ ભીરુ સ્વભાવના, ચંદ્ર-શુક્ર યુતિ કળાપ્રેમી.
* ખગોળ જ્યોતિષ: શુક્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. ૨૬), ચંદ્ર-શુક્ર યુતિ (તા. ૨૬).) ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.