આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ),
સોમવાર, તા. ૨૨-૮-૨૦૨૨, અજા સ્માર્ત એકાદશી
* ભારતીય દિનાંક ૩૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૧૧
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૧૧
* પારસી શહેનશાહી ૭મો અમરદાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૧લો મોહર્રમ સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૫મો, માહે ૧લો મોહર્રમ સને ૧૪૪૪
* નક્ષત્ર મૃગશીર્ષ સવારે ક. ૦૭-૪૦ સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર મિથુનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૭ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૭ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સવારે ક. ૦૯-૧૯, રાત્રે ક. ૨૦-૪૩
* ઓટ: બપોરે ક. ૧૫-૨૮, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૯ (તા. ૨૩)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, “પ્રમાદી નામ ) સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, “શુભકૃત નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – એકાદશી. શિવપૂજન, શિવમુષ્ટિ જવ, અજા સ્માર્ત એકાદશી (ખારેક), સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ.
* શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
* મુહૂર્ત વિશેષ: વાસ્તુ કળશ, ખાત મુહૂર્ત. ઔષધ ઉપચાર, વિદ્યારંભ, નવા વસ્રો, આભૂષણ, રાજ્યાભિષેક, બગીચાના કામકાજ ધજા, કળશ-પતાકા ચઢાવવી. ધાન્ય ઘરે લાવવું, ઘર-ખેતર જમીન, પશુ લેવડદેવડના નિત્ય થતાં કામકાજ, પ્રાણી પાળવા, અગરના ઔષધીય પ્રયોગો, મધ્યરાત્રિનો પ્રવાસ દહીંની તર ખાઈ પ્રારંભવો.
* શ્રાવણ પર્વ મહિમા : જન્મકુંડળીમાં ચંદ્રના રાહુ સાથેના અશુભ યોગો હોય તેમણે આજ રોજ શિવપૂજામાં અગરની ઔષધિ અવશ્ય અર્પણ કરવી. ઔષધિનું લેપન કરવું. ચંદ્ર-ગુરુના અશુભ યોગો હોય તેમણે શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા અવશ્ય કરવી. આજ રોજ એકાદશી અને શિવપૂજાનો ઉત્તમ યોગ છે. વળી નક્ષત્ર અનુસાર, શિવપૂજાનું મહત્ત્વ અને શ્રાવણ માસની ધાન્ય પૂજાનો મહિમા અધિક જણાયો છે. આજ રોજ શિવજીને જવનો અભિષેક કરવો, એકાદશી વ્રતનો ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન , વિષ્ણુસહસ્રનામ વાંચન, તુલસીપૂજા, રાહુ ગ્રહદેવતાનું પૂજન આજ રોજ નક્ષત્ર મુજબ આર્દ્રા નક્ષત્રના જાતકો માટે શિવપૂજા શ્રેષ્ઠ પુરવાર થશે. શિવજી આરોગ્યના દાતા છે. સોમવાર અને આર્દ્રા નક્ષત્રનો આ શ્રેષ્ઠ યોગ આરોગ્ય પ્રાપ્તિ માટે શિવપૂજાનો બ્ર્ાાહ્મણ દ્વારા પૂજા પ્રયોગ શ્રેષ્ઠ પુરવાર થશે.
* આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ બે પરવાહ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ
* ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.