પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌરવર્ષાૠતુ), શનિવાર, તા. ૨૦-૮-૨૦૨૨, અશ્ર્વત્થ મારુતિ પૂજન,
* ભારતીય દિનાંક ૨૯, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૯
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૯
* પારસી શહેનશાહી ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૩મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* નક્ષત્ર રોહિણી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૯ સુધી, પછી મૃગશીર્ષ.
* ચંદ્ર વૃષભમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૭ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૮ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સવારે ક. ૦૬-૨૨, સાંજે ક. ૧૭-૧૬
* ઓટ: બપોરે ક. ૧૨-૩૦, મધ્યરાત્રે ક. ૦૦-૨૨ (તા. ૨૧)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – નવમી. અશ્ર્વત્થ મારુતિ પૂજન, શ્રી જયંતી (રામાનુજ), શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૦. (પ્રવેશે વર્જ્ય), બુધ ક્ધયામાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૬ (તા. ૧૦) સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, પુરુસુક્ત, શ્રી સુક્ત અભિષેક, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, ધ્રુવ દેવતાનું પૂજન, જાંબુના ઔષધીય પ્રયોગો. સવારથી મધ્યાહનનો પ્રવાસ મગની દાળ ખાઈ પ્રારંભવો. શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગમાં વિશેષરૂપે હનુમાન ચાલીસા, અનુષ્ઠાન, સુંદર કાંડ પાઠ વાંચન, પાટ-અભિષેક પૂજા, નિત્ય થતાં દુકાન-વેપાર નોકરી, ખેતીવાડીના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, જાંબુનું વૃક્ષ વાવવું, મુંડન કરાવવું નહિ.
* શ્રાવર્ણ પર્વ મહિમા: શિવપૂજા ઉપરાંત આજ રોજ વિશેષરૂપે મહાવીર હનુમાનજી, શનિ, ચંદ્ર ગ્રહ દેવતાનું પૂજન, ભગવાન શિવની પૂજા અનાદિકાળથી પ્રચલિત છે. અન્ય દેશોમાં પણ શિવ પૂજા પ્રાચીન સમયમાં થતી હતી. વર્તમાનમાં પણ સમગ્ર વિશ્ર્વમાં શિવ પૂજા શ્રદ્ધાવાનો દ્વારા થાય છે. શિવ આદિ અને અનંત, પૃથ્વી અને આકાશમાં, પંચતત્ત્વમાં, સજીવ-નિર્જીવમાં સર્વ વનસ્પતિ, મનુષ્યાદિ જીવોમાં વ્યાપ્ત છે. શિવ પૂજા સહજ છે, જટિલ નથી. શિવજીને જળાભિષેક કરવો એ પ્રથમ પૂજાનો પ્રકાર છે.
* આચમન: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ કળાપ્રેમી, ચંદ્ર-ગુરુ અર્ધત્રિકોણ સહાનુભૂતિવાળા
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ, ચંદ્ર-ગુરુ અર્ધત્રિકોણ. શુક્ર આશ્ર્લેષા પ્રવેશ. મંગળ કૃત્તિકા યુતિ.
* ગ્રહગોચર: સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-સિંહ/ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

Google search engine