આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), શુક્રવાર, તા. ૧૯-૮-૨૦૨૨, ગોપાળકાલા, શ્રી કૃષ્ણ જયંતી ઉત્સવ, દહીહાંડી
* ભારતીય દિનાંક ૨૮, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૮
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૮
* પારસી શહેનશાહી ૪થો શહેરેવર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૨મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* નક્ષત્ર કૃત્તિકા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૫૨ સુધી, પછી રોહિણી
* ચંદ્ર મેષમાં સવારે ક. ૦૬-૦૫ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર.
* ચંદ્ર રાશિ નામાક્ષર:
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૭ સ્ટા. ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૮ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સાંજે ક. ૧૬-૩૯
* ઓટ: સવારે ક. ૧૦-૪૭, રાત્રે ક. ૨૩-૦૬
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – અષ્ટમી. જીવંતિકા પૂજન, ગોપાળકાલા, શ્રી કૃષ્ણ જયંતી (વૈષ્ણવ), મન્વાદિ, કાલાષ્ટમી. સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
* મુહૂર્ત વિશેષ: ખાત મુહૂર્ત. અગ્નિ દેવતાનું પૂજન, ઉંબરાના વૃક્ષનું પૂજન, સવારથી મધ્યાહનનો પ્રવાસ દહીં, ગોળ ખાઈ પ્રારંભવો. માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડના કામકાજ. મંદિરોમાં શ્રીકૃષ્ણ જયંતી ઉત્સવનો મહિમા. તીર્થમાં તર્પણ શ્રાદ્ધનો મહિમા.
* શ્રાવણ પર્વ મહિમા: આજ રોજ શિવપૂજા ઉપરાંત પણ શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા તથા સૂર્યપૂજાનો મહિમા અધિક છે. શિવજીની પૂજા ગામેગામ શિવ મંદિરોમાં, સર્વ ઘરોમાં નિત્ય થતી જોવા મળે છે. શિવ અને વિષ્ણુ એકજ સમજવા, સંપ્રદાય ભેદ ન દાખવતા દરેક સંપ્રદાયક ધર્મને માટે શિવ પૂજા એ સનાતન ધર્મનું અવિભાજ્ય અંગ છે. રાષ્ટ્રની સંસ્કૃતિ અને ધર્મ શિવ પૂજામાં દષ્ટિમાન થાય છે.
* આચમન: સૂર્ય-ચંદ્ર ચતુષ્કોણ વ્યવહારમાં મુશ્કેલી પડે, ચંદ્ર-મંગળ યુતિ કોઈના કહ્યામાં રહે નહિ.
* ખગોળ જ્યોતિષ: સૂર્ય-ચંદ્ર ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ યુતિ. ચંદ્ર કૃત્તિકાના તારા સાથે યુતિ કરે છે.
* ગ્રહગોચર: સૂર્ય-સિંહ , મંગળ-વૃષભ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.