આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), શનિવાર, તા. ૨-૭-૨૦૨૨,

ભદ્રા પ્રારંભ, સર્વત્ર વરસાદ સારો થશે.
ભારતીય દિનાંક ૧૧, માહે આષાઢ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી ૨૧મો રામ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
મીસરી રોજ ૩જો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
નક્ષત્ર આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૯ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૪-૨૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૭ (તા. ૩)
ઓટ: રાત્રે ક. ૦૭-૦૬, રાત્રે પછી ક. ૨૦-૨૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – તૃતીયા. બુધ મિથુનમાં સવારે ક. ૦૯-૪૪, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૫ (તા. ૩).
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: ઉપનયન, ખાતમુહૂર્ત. હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદર કાંડ પાઠ વાંચન, આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વ શાંતિ પૂજા, શનિ ગ્રહ મંત્રના જાપ. સર્પ પૂજા વિશેષરૂપે બુધ ગ્રહ દેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં ઘર, ખેતર જમીન, ઈત્યાદિ સ્થાવર મિલકતના લેવડદેવડના કામકાજ, શ્રી વિષ્ણુલક્ષ્મી પૂજા. બુધના અભ્યાસ મુજબ સોના-ચાંદી રૂમાં મંદી, સરસવમાં ઘટ-વધ થાય. કેટલેક ઠેકાણે વાયુ વંટોળ, આંધી આવી ચઢે, વરસાદ સારો થશે. સર્વત્ર વરસાદ સારો થશે. ૧૬ જુલાઈ સુધીમાં ઠેર ઠેર અતિ વૃષ્ટિ થાય.
આચમન: બુધ-શનિ ત્રિકોણ અંતરાત્માને અનુસરનારા, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અસ્થિર મન, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ મોટી મોટી આશાઓ રાખનાર, બુધ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ બે પરવાહ.
ખગોળ જ્યોતિષ: બુધ-શનિ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, બુધ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ.
ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-વૃષભ/મિથુન, ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.