આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌરવર્ષાૠતુ), ગુરુવાર, તા. ૧૮-૮-૨૦૨૨,
શ્રી કૃષ્ણ જયંતી ઉપવાસ, શીતલા સપ્તમી,
* ભારતીય દિનાંક ૨૭, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૭
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૭
* પારસી શહેનશાહી ૩જો અર્દીબહેશ્ત, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૧મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* નક્ષત્ર ભરણી રાત્રે ક. ૨૩-૩૪ સુધી, પછી કૃત્તિકા.
* ચંદ્ર મેષમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૮ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સાંજે ક. ૧૬-૦૬, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૯ (તા. ૧૯)
* ઓટ: સવારે ક. ૦૯-૪૫, રાત્રે ક. ૨૨-૧૮
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – સપ્તમી. બૃહસ્પતિ પૂજન, શીતલા સપ્તમી, શ્રી કૃષ્ણ જયંતી ઉપવાસ, નિશિથકાળ મધ્યરાત્રે ક. ૨૪-૧૯થી ૨૫-૦૫. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૪૬. સૂર્ય મહાનક્ષત્ર મઘામાં, વાહન અશ્ર્વ. સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં, વાહન મોર.
* શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
* મુહૂર્ત વિશેષ: ખાત મુહૂર્ત. યમદેવતાનું પૂજન, આમલીના ઔષધીય પ્રયોગો, મધ્યાહ્નનો પ્રવાસ તલ ખાઈ પ્રારંભવો. માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું. શ્રી કૃષ્ણ જયંતી ઉપવાસનો મહિમા.
* શ્રાવણ પર્વ મહિમા : ગ્રહદેવતાઓની કૃપા પ્રાપ્તિ માટે પણ શિવજીની ભક્તિ, અનુષ્ઠાન, જાપ, અભિષેક, પૂજા, આવશ્યક છે. જન્મકુંડળીમાં ચંદ્રના, રાહુ-શનિ, બુધ આદિ ગ્રહો સાથેના અશુભ યોગો હશે તો શિવપૂજા અત્યંત લાભદાયી પુરવાર થશે. આજ રોજ ગુરુ ગ્રહદેવતા અને શુક્ર ગ્રહદેવતાની પૂજાનો મહિમા પણ અધિક છે.
* આચમન: ગુરુ-શુક્ર ત્રિકોણ સૌન્દર્યના શોખીન, ચંદ્ર-રાહુ યુતિ શંકાશીલ, ચંદ્ર-હર્ષલ યુતિ અસ્થિર મન, ચંદ્ર-શનિ ચતુષ્કોણ નિષ્ફળતાનો ભય, ચંદ્ર-બુધ ત્રિકોણ વિચારો બદલાયા કરે.
*ખગોળ જ્યોતિષ: ગુરુ-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-રાહુ યુતિ, ચંદ્ર-હર્ષલ યુતિ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ (તા. ૧૯), ચંદ્ર-બુધ ત્રિકોણ (તા. ૧૯). બુધ ઉત્તરા ફાલ્ગુની પ્રવેશ. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે.
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ , મંગળ-વૃષભ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.