આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), સોમવાર, તા. ૧૫-૮-૨૦૨૨,
ભારતીય સ્વાતંત્ર્ય દિન, સંકષ્ટ ચતુર્થી
* ભારતીય દિનાંક ૨૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ વદ-૪
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ વદ-૪
* પારસી ગાથા-૫ વહિશ્તોઈશ્ત સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૫મો અમરદાદ,
સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૮મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૪
* નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. ૨૧-૦૬ સુધી પછી રેવતી.
* ચંદ્ર મીનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૯ સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
* ભરતી : બપોરે ક. ૧૪-૧૮, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૧
(તા. ૧૬)
* ઓટ: સવારે ક. ૦૭-૩૮, રાત્રે ક. ૨૦-૩૦
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ કૃષ્ણ – ચતુર્થી. શિવપૂજન, શિવમુષ્ટિ મગ, સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૪૩, ભારતીય સ્વાતંત્ર્ય દિન, બોળચોથ, બહુલા ચતુર્થી (મધ્ય પ્રદેશ), પારસી ગાથા-૫ વહિશ્તોઈસ્ત. નવા વર્ષની સાંજ (પારસી) પતેતી (પારસી), પંચક. સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં,
વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: સર્વદેવ પ્રતિષ્ઠા. પુષાદેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, સંધ્યા સમયનો પ્રવાસ શેરડી ખાઈ પ્રારંભવો. પર્વપૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, વાસણ નિત્ય થતાં પશુ લે-વેંચ, દસ્તાવેજ, દુકાન-વેપાર, નોકરી, યંત્ર, ખેતીવાડીના કામકાજ. માલ લેવો,
* શ્રાવણ પર્વ મહિમા : આજરોજ શિવ-પાર્વતીની પૂજા ઉપરાંત શિવજીને મગના દાણાનો અભિષેક કરવો. શિવમંદિરોમાં, ગ્રહમંદિરોમાં અભિષેક પૂજા, શિવજીની નિત્ય પૂજા જેઓ જીવન પર્યંત કરે છે. તેઓનું જીવન સદાય પ્રસન્ન અને પ્રગતિમય પુરવાર થાય છે. શિવપૂજા એટલે શિવતત્ત્વ ધારણ કરવું, શિવપૂજા દ્વારા સર્વ સૃષ્ટિનું, જીવન-મૃત્યુનું રહસ્ય જાણી શકાય છે. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજાનો મહિમા છે.
* આચમન: ચંદ્ર-શુક્ર ત્રિકોણ લોકોમાં માનીતા, ચંદ્ર-ગુરુ યુતિ સહાનુભૂતિવાળા, બુધ-રાહુ ત્રિકોણ વિચારશીલ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-ગુરુ યુતિ, બુધ-રાહુ ત્રિકોણ
ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક મંગળ-વૃષભ, બુધ-સિંહ, વક્રીગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રીપ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.