પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), ગુરુવાર, તા. ૧૧-૮-૨૦૨૨ નારિયેળી પૂર્ણિમા, રક્ષાબંધન
* ભારતીય દિનાંક ૨૦, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ સુદ-૧૪
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ સુદ-૧૪
* પારસી ગાથા-૧ અહનુવાદ, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૪મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૪
* નક્ષત્ર ઉત્તરાષાઢા સવારે ક. ૦૬-૫૨ સુધી, પછી શ્રવણ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૭ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં
*ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૦ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સવારે ક. ૧૧-૩૩, રાત્રે ક. ૨૩-૩૩
* ઓટ: સાંજે ક. ૧૭-૩૮, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૩૪ (તા. ૧૨)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – ચતુર્દશી. રક્ષાબંધન,બૃહસ્પતિ પૂજન, વ્રતની પૂનમ, નારિયેળી પૂર્ણિમા, ૠક શુક્લ યજુ: તૈતરિય શ્રાવણી, હયગ્રીવ જયંતી, અવની જયંતી, કુલધર્મ, ઝુલનયાત્રા સમાપ્ત, અન્વાધાન, બલભદ્ર પૂજા (ઓરિસ્સા), ભદ્રા સવારે ક. ૧૦-૪૦ થી રાત્રે ક. ૨૦-૫૩. પારસી ગાથા-૧ અહનુવદ. સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં, વાહન મોર.
* શુભાશુભ દિનશુદ્ધિ: પર્વ શુભ દિન ,લગ્નાદિ સાંસારિક, માંગલિક કાર્યો વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: રક્ષાબંધન, (રક્ષાબંધનની નોંધ: ભદ્રાદોષની આવશ્યકતા આજરોજનાં રક્ષાબંધનનાં ભાઇ-બહેનનાં પવિત્ર પર્વમાં જણાતી નથી તથા મુહૂર્ત ચૌઘડિયા આદિ જોવાની આવશ્યકતા જણાઇ નથી.) નારિયેલી પૂનમ, સમુદ્ર દેવતાનું પૂજન, સર્વદેવ પ્રતિષ્ઠા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિશ્ર્વદેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, સવારથી મધ્યાહ્નનો પ્રવાસ ફળ ખાઈ પ્રારંભવો, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહિ. નિત્ય થતાં દુકાન-વેપાર, નોકરી, ખેતીવાડીના કામકાજ.
* શ્રાવણ પર્વ મહિમા: પોતાના ઈષ્ટદેવ, કુળદેવી – દેવતા પૂજન,તીર્થયાત્રા, વ્રતની પૂનમનો ઉપવાસ, આજ રોજ શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજાનો મહિમા, સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસી પૂજા, વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન. ૐ નમ: શિવાય ॥ પંચાક્ષર મંત્રના જાપ શ્રદ્ધાથી જપવાથી આધિવ્યાધિ ઉપાધિ દૂર થાય. સૃષ્ટિમાં સર્વત્ર શિવ અણુ અણુમાં રહેલા છે. અનાદિકાળથી શિવપૂજા સમગ્ર ભારત વર્ષમાં અને વિદેશોમાં થતી આવી છે. શીવ મંદિરો ગામે ગામ, વન વગડા સર્વત્ર દર્શનીય છે.ભક્તવત્સલ ભોલેનાથ મનોકામના પૂર્ણ કરે.
* આચમન: સૂર્ય-હર્ષલ ચતુષ્કોણ જાહેર પ્રસંગોમાં હાનિ પહોંચે.
* ખગોળ જ્યોતિષ: સૂર્ય-હર્ષલ ચતુષ્કોણ.
* ગ્રહગોચર: સૂર્ય-કર્ક મંગળ-વૃષભ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

Google search engine