આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ*, મંગળવાર, તા. ૯-૮-૨૦૨૨,
મંગલાગૌરી પૂજન, પવિત્રા બારસ
* ભારતીય દિનાંક ૧૮, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ સુદ-૧૨
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ સુદ-૧૨
* પારસી શહેનશાહી ૨૯મો મારેસ્પંદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
*પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૨મો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૪
* નક્ષત્ર મૂળ બપોરે ક. ૧૨-૧૭ સુધી, પછી પૂર્વાષાઢા.
* ચંદ્ર ધનુમાં * ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ*
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૦ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સવારે ક. ૦૯-૫૪, રાત્રે ક. ૨૧-૩૮
* ઓટ: બપોરે ક. ૧૫-૪૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૭ (તા. ૧૦*
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – દ્વાદશી. મંગલાગૌરી પૂજન, પવિત્રા બારસ, વિષ્ણુપવિત્રા રોપણ, બુદ્ધ દ્વાદશી, દામોદર દ્વાદશી, ભૌમ પ્રદોષ, અગસ્ત્ય દર્શન, મહોરમ – તાજીયા (મુસ્લિમ*. સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં, વાહન મોર.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: સર્વદેવ પ્રતિષ્ઠા, મૂળ નક્ષત્ર શાંતિ પૂજા, મંગળ ગ્રહદેવતાનું પૂજન, કેતુ પૂજન, ઔષધોપચાર, પશ્ર્ચિમનો પ્રવાસ મૂળાના પાન ખાઈ પ્રારંભવો, પ્રયાણ મધ્યમ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા, વૃક્ષ વાવવા.
શ્રાવણ પર્વ મહિમા: ૐ નમ: શિવાય પંચાક્ષર મંત્ર જાપથી ગુરુએ બતાવ્યા સમાન સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. સંકટ સમયે આ પંચાક્ષર મંત્રના જાપ કરવાથી સંકટમાં માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. રાહત થાય છે. જીવનું કલ્યાણ થાય છે. આ પંચાક્ષર મંત્રના નિત્ય જાપથી અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. પંચાક્ષર મંત્ર દૈનિક જીવનમાં વણાયેલ હોવા જોઈએ. મંત્રજાપમાં શરીર, આરોગ્ય, સ્વસ્થ હોવું જરૂરી છે. ઉપવાસ દ્વારા પણ શરીર, સ્વાસ્થ્ય જળવાઈ રહેવાથી જાપ, ભક્તિ, કીર્તનમાં એકાગ્રતા જાળવી શકાય છે માટે ભક્તિમાર્ગમાં અડગ રહેવા માટે શરીરનું સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું જરૂરી છે.
* આચમન: ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્ર બુદ્ધિ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ પૈસાનો વેડફાટ, મંગળ-ગુરુ અર્ધચતુષ્કોણ ઉડાઉપણું, ચંદ્ર-રાહુ ત્રિકોણ કરકસરીયા, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃતિ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, મંગળ-ગુરુ અર્ધચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ (તા. ૧૦*
* ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક મંગળ-મેષ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

Google search engine