પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), સોમવાર, તા. ૮-૮-૨૦૨૨, શિવપૂજન, શિવમુષ્ટિ તલ, પુત્રદા એકાદશી
* ભારતીય દિનાંક ૧૭, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ સુદ-૧૧
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ સુદ-૧૧
* પારસી શહેનશાહી ૨૮મો જમીઆદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૧લો મોહર્રમ સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૧મો, માહે ૧લો મોહર્રમ સને ૧૪૪૪
* નક્ષત્ર જયેષ્ઠા બપોરે ક. ૧૪-૩૬ સુધી, પછી મૂળ.
* ચંદ્ર વૃશ્ર્ચિકમાં બપોરે ક. ૧૪-૩૬ સુધી, પછી ધનુમાં.
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ).
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૯, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૦ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સવારે ક. ૦૮-૫૦, રાત્રે ક. ૨૦-૧૫
* ઓટ: બપોરેે ક. ૧૪-૩૮, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૨ (તા. ૯)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – એકાદશી. શિવપૂજન, શિવમુષ્ટિ તલ, પુત્રદા એકાદશી (શિંગોડા), પવિત્રા એકાદશી સવારે ક. ૧૦-૩૦ પહેલા પવિત્રા ધરાવવા. ઝુલનયાત્રા પ્રારંભ, વિંછુડો સમાપ્તિ બપોરે ક. ૧૪-૩૮, ભદ્રા સવારે ક. ૧૦-૩૦થી રાત્રે ક. ૨૧-૦૨. સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં, વાહન મોર.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, ઈન્દ્રદેવતાનું પૂજન, બુધ ગ્રહદેવતાનું પૂજન, ઔષધોપચાર, પરદેશગમનનું પસ્તાનું, પ્રયાણ મધ્યમ, હજામત, વાહન, યંત્ર, ખેતીવાડી, પશુ લે-વેંચ, પ્રાણી પાળવા, પૂર્વનો પ્રવાસ બાજરાનો આટો, સાકરની કુલેર ખાઈ પ્રારંભવો.
* શ્રાવણ પર્વ મહિમા : આજ રોજ શિવજીને તલથી અભિષેક કરવો. શ્રાવણ માસમાં એકાદશી ઉત્તમ પર્વ યોગ હોઈ આજ રોજ શિવપૂજા ઉપરાંત શ્રી સત્યનારાયણ વ્રત કથા વાંચન, તુલસી પૂજા, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, શ્રી વિશ્ર્વદેવતાનું પૂજનનો મહિમા છે. ભગવાન શિવજી જે નિત્ય વર્ષભર પૂજા કરે છે, જીવનપર્યંત પૂજા કરે છે તેમનું વ્યક્તિત્વ જે ઓળખી શકે તેઓ પણ શિવભક્તિ તરફ વળવા માટે પ્રેરણા પ્રાપ્ત કરે છે, શિવતત્ત્વ પ્રાપ્ત કરે છે તેઓ સદાએ પ્રસન્ન રહે છે.
* આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ સ્વપ્નદૃષ્ટા.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ.
* ગ્રિહ ગોચર: સૂર્ય-કર્ક, મંગળ-મેષ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

Google search engine