આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), શનિવાર, તા. ૬-૮-૨૦૨૨
* ભારતીય દિનાંક ૧૫, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ સુદ-૯
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ સુદ-૯
* પારસી શહેનશાહી ૨૬મો આસતાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૮મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૯મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* નક્ષત્ર વિશાખા સાંજે ક. ૧૭-૫૦ સુધી, પછી અનુરાધા.
* ચંદ્ર તુલામાં બપોરે ક. ૧૨-૦૫ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત.), વૃશ્ર્ચિક (ન, ય)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૦, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સાંજે ક. ૧૭-૨૯
* ઓટ: સવારે ક. ૧૧-૩૪, મધ્ય રાત્રે ક. ૦૦-૧૩ (તા. ૭)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – નવમી. અશ્ર્વત્થ મારુતિ પૂજન, શ્રી હરિજયંતી, બગીચા નોમ, નકુલનોમ, વિંછુડો પ્રારંભ બપોરે ક. ૧૨-૦૬. શુક્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૩. સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, ઈન્દ્રદેવતાનું પૂજન,અગ્નિદેવતાનું પૂજન, સવારથી મધ્યાહનનો પ્રવાસ ફળ ખાઈ પ્રારંભવો. શિવ પૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, નિત્ય થતાં પશુ લે-વેંચ, ખેતીવાડીના કામકાજ સ્વામીનારાયણ મંદિરોમાં હરિજયંતી નિમિત્તે વિશેષ પૂજા પર્વની ઉજવણી.
* શ્રાવણ મહિમા : આજ રોજ શનિ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન અવશ્ય કરવું. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજાનો મહિમા છે. ૐ નમ: શિવાય પંચાક્ષર મંત્ર જાપથી ભક્ત શીવચરણ પામે છે. ૭૧ પેઢી તારે છે. નિર્ધનને ધન આપે છે. પુત્રહિનને પુત્ર આપે છે, ગ્રહની પીડા દૂર કરે છે. દુ:ખ દારિદ્ર દૂર કરે છે. મહારોગોનો આ એક જ ઈલાજ છે. આજ રોજ હનુમાનજી તથા પીપળાના પૂજનનો મહિમા છે.
* આચમન: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ તબિયતની સાવધાની જરૂરી, ચંદ્ર-શનિ ચતુષ્કોણ મતલબી, ચંદ્ર-શુક્ર ત્રિકોણ લોકોમાં પ્રિય, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સ્વપ્નદૃષ્ટા, ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃત્તિના
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ (તા. ૭)
* ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક, મંગળ-મેષ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-મિથુન/કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.