આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), શુક્રવાર, તા. ૫-૮-૨૦૨૨, જીવંતિકા પૂજન, દુર્ગાષ્ટમી
* ભારતીય દિનાંક ૧૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ સુદ-૮
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ સુદ-૮
* પારસી શહેનશાહી ૨૫મો અશીશવંધ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૭મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૮મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* નક્ષત્ર સ્વાતિ સાંજે ક. ૧૮-૩૬ સુધી, પછી વિશાખા.
* ચંદ્ર તુલામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સાંજે ક. ૧૬-૪૧, મધ્યરાત્રિ પછી ક. ૦૫ઽ૫૫ (તા. ૬)
* ઓટ: સવારે ક. ૧૦-૧૭, રાત્રે ક. ૨૩-૦૪
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – અષ્ટમી. જીવંતિકા પૂજન, દુર્ગાષ્ટમી, નૈનાદેવી મેલા, ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૬-૩૭. સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં, વાહન મોર.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: સર્વદેવ પ્રતિષ્ઠા. વિષ્ટિદોષયુક્ત નક્ષત્ર હોય સાંસારિક, માંગલિક કાર્ય વર્જ્ય છે, પરંતુ નિત્ય થતાં દુકાન-વેપાર, ખેતીવાડી, પશુ લેવડદેવડના કામકાજ થઈ શકે. બી વાવવું, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, શુદ્ધ સમયમાં થઈ શકે. ઉપવાટિકા બનાવવી, વૃક્ષ રોપવા, બગીચાના કામકાજ.
* શ્રાવણ પર્વ મહિમા : આજ રોજ વાયુદેવતાનું પૂજન, રાહુ દેવતાનું પૂજન, મહાલક્ષ્મી પૂજા, જીવંતિકા પૂજનનો મહિમા છે. કુળદેવીની પૂજા કરવી. શિવપૂજામાં મીઠા ફળનું નૈવેદ્ય અર્પણ કરવું. ભગવાન વિષ્ણુ-લક્ષ્મી, શિવ પાર્વતી અંબાસ્વરૂપ, દુર્ગાદેવીની પૂજા હવનનો મહિમા છે.
* આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ આંખોની કાળજી લેવી જરૂરી, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ જ્ઞાનતંતુ ઉપર બોજો આવે, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અચોક્કસ સ્વભાવ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ (તા. ૬), ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ (તા. ૬)
ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક, મંગળ-મેષ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.