પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌરહેમંતૠતુ), શનિવાર, તા. ૨૯-૧૦-૨૦૨૨,
લાભ પાંચમ, પાંડવ પાંચમ
ભારતીય દિનાંક ૭, માહે કાર્તિક, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક સુદ-૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી ૧૫મો દએપમહેર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૮મો આવાં, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૩જો, ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૪
મીસરી રોજ ૪થો, ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૪
નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૦૯-૦૫ સુધી, મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં સવારે ક. ૦૯-૦૫ સુધી, પછી, ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૦ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: બપોરે ક. ૧૩-૫૭, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૩ (તા. ૩૦)
ઓટ: સવારે ક. ૦૭-૫૯, રાત્રે ક. ૧૯-૫૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – ચતુર્થી. પાંચમનો ક્ષય છે. લાભ પાંચમ, પાંડવ પાંચમ, વિંછુડો સમાપ્તિ ક. ૦૯-૦૫, ભદ્રા સમાપ્તિ ક. ૦૮-૧૩. સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન ગદર્ભ.
શુભાશુભ દિનશુદ્ધિ: પર્વ શુભ દિવસ. (ક્ષય તિથિ હોઈ અન્ય મુહૂર્ત શાસ્રીય રીતે ગ્રાહ્ય નથી.)
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠા – મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, બુધ-શનિ-કેતુ ગ્રહદેવતાનું પૂજન, ઈન્દ્રપૂજા, ઔષધ ઉપચાર, પૂર્વનો પ્રવાસ બાજરાનો આટો, સાકરની કુલેર ખાઈ પ્રારંભવો. નિત્ય થતાં ખેતીવાડી, પશુ લે-વેંચના કામકાજ, બી વાવવું, ધાન્ય ભરવું, પ્રાણી પાળવા
લાભ પાંચમના મુહૂર્તો: કુલાચાર પ્રમાણે આજનાં લાભપાંચમના પવિત્ર પર્વયોગમાં મિતિ નાખવી, કાંટો બાંધી નવા વર્ષનો વેપાર પ્રારંભી શકાય છે. મુહૂર્ત સમય: (૧) સવારે ક. ૦૮-૦૫થી ક. ૦૯-૩૧ (શુભ), (૨) બપોરે ક. ૧૨-૨૩ થી ક. ૧૩-૪૯ (ચલ), (૩) બપોરે ક. ૧૩-૪૯થી ક. ૧૫-૧૫ (લાભ), (૪) બપોરે ક. ૧૫-૧૫ થી સાંજે ક. ૧૬-૪૧ (અમૃત)
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ અવ્યવહારું, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ અવિચારી, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ દંભી
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક આવે છે. (૩,૬૮,૨૯૦ કિ.મી)
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-મીન, શુક્ર-તુલા, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી
પ્લુટો-મકર.