આજનું પંચાંગ

પંચાંગ

આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ*, ગુરુવાર, તા. ૪-૮-૨૦૨૨, શીતલા સપ્તમી, ગોસ્વામી તુલસીદાસ જયંતી, બૃહસ્પતિ પૂજન
* ભારતીય દિનાંક ૧૩, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ સુદ-૭
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ સુદ-૭
* પારસી શહેનશાહી ૨૪મો દીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૭મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* નક્ષત્ર ચિત્રા સાંજે ક. ૧૮-૪૭ સુધી, પછી સ્વાતિ.
* ચંદ્ર ક્ધયામાં ક. ૦૬-૩૯ સુધી, પછી તુલામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ*, તુલા (ર, ત*
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સાંજે ક. ૧૬-૦૩, મધ્યરાત્રિ પછી ક. ૦૪.૪૭ (તા. ૫*
* ઓટ: સવારે ક. ૦૯-૧૯, રાત્રે ક. ૨૨-૧૧
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – સપ્તમી. બૃહસ્પતિ પૂજન, શીતલા સપ્તમી, ગોસ્વામી તુલસીદાસ જયંતી, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૯-૦૭. સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં, વાહન મોર.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ. * મુહૂર્ત વિશેષ: વાસ્તુ કળશ, ખાત મુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા. અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવું જવું, બીલીનું વૃક્ષ વાવવું, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, હજામત, નવાં વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, પશુ લે-વેંચ, પ્રથમ વાહન, યંત્ર દસ્તાવેજ, દુકાન વેપાર, માલ લેવો, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન.
* શ્રાવણ પર્વ મહિમા : બૃહસ્પતિ દેવતાના પૂજન ઉપરાંત મંગળ ગ્રહ દેવતાનું પૂજન પણ અવશ્ય કરવું. મગની દાળની વાનગીનું નૈવેદ્ય તર્પણ કરવું. પ્રત્યેક શ્ર્વાસમાં શિવ છે. આત્મા શિવ છે. જીવ એ શિવ છે. શરીર અને શરીરના પંચતત્ત્વો તે પણ શિવ છે. શિવ એ જ અનાદિ છે, અનંત છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળના અધિષ્ઠાતા છે. કાળ એ જ શિવનું સ્વરૂપ છે. ભગવાન શિવને સમજવા માટે બુદ્ધિ ચાતુર્યતાની આવશ્યકતા નથી. જે ગ્રંથમાં છે. તે સર્વત્ર છે. જે જડ, ચેતન, અચેતન દરેકમાં શિવ રહેલા છે તે ભાવથી જ શિવલિંગ સ્વરૂપ મહાદેવનું પૂજન નિત્ય જલાભિષેકથી કરવામાં આવે છે. આજ રોજ બીલીનું વૃક્ષ વાવવું. બીલીના વૃક્ષનું પૂજન કરવું.
* આચમન: ચંદ્ર-બુધ અર્ધત્રિકોણ હાસ્યરસમાં રુચિ
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ અર્ધત્રિકોણ
* ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક, મંગળ-મેષ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.