પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), ગુરુવાર,
તા. ૮-૧૨-૨૦૨૨, લવણદાન, ઈષ્ટિ
* ભારતીય દિનાંક ૧૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માર્ગશીર્ષ સુદ-૧૫
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧૫
* પારસી શહેનશાહી ૨૫મો અશીશવંધ, માહે ૪થો તીર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૯મો આદર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૩મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૪મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
* નક્ષત્ર રોહિણી બપોરે ક. ૧૨-૩૨ સુધી, પછી મૃગશીર્ષ.
) ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૩ સુધી (તા. ૯મી), પછી મિથુનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૦ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: સવારે ક. ૧૧-૪૩, મધ્યરાત્રિ પછી ક. ૦૦-૪૧ (તા. ૯)
* ઓટ: સાંજે ક. ૧૭-૪૮
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – પૂર્ણિમા. બહુચરાજીનો મેળો, લવણદાન, ઈષ્ટિ.
* મુહૂર્ત વિશેષ: ખાત મુહૂર્ત, લગ્ન મુહૂર્ત, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા. ગુરુ-ચંદ્રગ્રહદેવતાનું પૂજન, બ્ર્ાહ્માજીનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, જાંબુના વૃક્ષ વાવવા, જાંબુના ઔષધીય પ્રયોગો, કુળદેવી-દેવતા તીર્થ, મંદિર યાત્રા, પ્રવાસ, ઉત્સવ મેળાનો મહિમા, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ, પતાકા ચઢાવવી, વસ્રો, આભૂષણ, દસ્તાવેજ, દુકાન-વેપાર-નોકરી, બી વાવવું, ધાન્ય ભરવું, સીમંત સંસ્કાર, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, વિનાયક પૂજા, મિત્રતા કરવી, નવી તિજોરીની સ્થાપના, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજા.
* આચમન: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ આંખોની કાળજી લેવી, ચંદ્ર-મંગળ યુતિ મહેનતુ સ્વભાવ, સૂર્ય-મંગળ પ્રતિયુતિ જીવનસાથી નક્કી કરવામાં સાવધાની રાખવી, ચંદ્ર-શનિ ત્રિકોણ સ્થિર સ્વભાવના, ચંદ્ર-નેપચ્યૂન ચતુષ્કોણ બહુ પહોંચેલા.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ (માર્ગશીર્ષ પૂર્ણિમા યોગ) ચંદ્ર-મંગળ પિધાન યુતિ, સૂર્ય-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર -નેપચ્યૂન ચતુષ્કોણ.
* ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ- વૃષભ, બુધ-ધનુ, ગુરુ-મીન, શુક્ર-ધન, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-કુંભ, પ્લુટો-મકર.