આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ),
સોમવાર, તા. ૧-૮-૨૦૨૨,
વિનાયક ચતુર્થી, લોકમાન્ય તિલક પુણ્યતિથિ
ભારતીય દિનાંક ૧૦, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ સુદ-૪
જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી ૨૧મો રામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૫મો અમરદાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૧
મુસ્લિમ રોજ ૩જો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૪
મીસરી રોજ ૪થો, માહે ૧લો મોહરમ, સને ૧૪૪૪
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સાંજે ક. ૧૬-૦૫ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં રાત્રે ક. ૨૨-૨૮ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
: મુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
ભરતી : બપોરે ક. ૧૪-૨૪, મધ્યરાત્રિ પછી ક. ૦૨.૧૭ (તા. ૨)
ઓટ: સવારે ક. ૦૭-૧૮, રાત્રે ક. ૨૦-૨૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – ચતુર્થી. શિવપૂજન, શિવમુષ્ટિ ચોખા, વિનાયક ચતુર્થી, લોકમાન્ય તિલક પુણ્યતિથિ, ભદ્રા સાંજે ક. ૧૬-૪૯થી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૪ (તા. ૨). સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં વાહન શિયાળ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, ઈષ્ટ દેવી દેવતાનું પૂજન, મધ્યાહનનો પ્રવાસ ચીભડું ખાઈ પ્રારંભવો. માલ વેંચવો, ખેતીવાડીના કામકાજ, ધાન્ય ઘરે લાવવું. નિત્ય થતાં ઘર, ખેતર, જમીનના લેવડદેવડના કામકાજ, ખાખરાનું વૃક્ષ વાવવું, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન. તા. ૧ થી ૭માં બુધના અભ્યાસ મુજબ ઘઉં, જવ, ચણા, રૂ, કપાસ, સૂતર વગેરેમાં તેજી આવે. ખેતીવાડીનું ઉત્પાદન વધે. કેટલેક ઠેકાણે વરસાદ ઓછો રહેશે. પ્રજામાં ક્લેશ, દુખના કારણો નિર્માણ થાય.
ઓગસ્ટ માસ સંક્ષિપ્ત ગ્રહ દર્શન: ગ્રહના ઉદય અસ્ત: બુધ ઉદય: ક. ૦૭-૨૨, અસ્ત: ક. ૨૦-૦૭, શુક્ર ઉદય: ક. ૦૪-૩૮, અસ્ત: ક. ૧૭-૪૪, મંગળ ઉદય: ૦૦-૪૧, અસ્ત: ૧૩-૨૬, ગુરુ ઉદય: ક. ૨૨-૩૧, અસ્ત: રાત્રે ક. ૧૦-૩૮. શનિ ઉદય: ક. ૨૦-૦૫, અસ્ત: ક. ૦૭-૨૩ (તા. ૧લીએ સૂર્યોદયના સમયે કર્ક રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે મકર રાશિ લગ્ન ઉદિત થાય છે.)
શ્રાવણ પર્વ મહિમા: વિનાયક સ્વરૂપ ભગવાન ગણેશની પૂજા, આજરોજ શિવજીને ચોખાનો અભિષેક કરવો.
ભગવાન શિવજીની કૃપા પ્રાપ્તિ માટે સમગ્ર શ્રાવણ માસમાં નિત્ય પ્રાત: સમયમાં તથા સમય અનુસાર પૂજા, અભિષેકનો મહિમા છે. ભગવાન શિવ આદિ દેવ છે. અનાદિકાળથી અને અનંત કાળ સુધી શિવજીની પૂજા થતી આવી છે અને થતી રહેશે. આત્મા એ જ શિવ છે. સૂર્ય છે. શિવતત્ત્વ સમજવું સરળ છે જેનો સેવાભાવી કલ્યાણકારી સ્વભાવ હશે, તેને શિવતત્ત્વ સહજતાથી સમજાય જશે. સરળ જીવન, નિર્લોભી સ્વભાવ, શિવતત્ત્વની પ્રાપ્તિ માટે સરળ બની જાય છે. શિવજી એ જ સરળ છે. સૂક્ષ્મ છે. અનંત બ્ર્ાહ્માંડનું સ્વરૂપ પૃથ્વી પરથી જોતા ગોળાકાર દેખાય છે એ જ સ્વરૂપ આ શિવલિંગનું સ્વરૂપ છે. શિવલિંગનું પાર્થિવ સ્વરૂપ એટલે કે માટીમાંથી બનાવેલા સહસ્ર, લક્ષ, કોટિ શિવલિંગની શ્રાવણમાં પૂજા કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. શિવજીની પૂજા પાર્વતી સહિત અવશ્ય કરવી. ભગવાન વિષ્ણુની પૂજા લક્ષ્મી સહિત કરવી. એ પૂર્વે ગણેશપૂજા તો અવશ્ય કરવી જ. આમ પાંચેય તત્ત્વોની પૂજા શ્રાવણ માસમાં સહજતાથી થાય છે.
આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ મનને શીઘ્રતાથી શાંત કરી શકે, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃચિત્ત, મંગળ-રાહુ યુતિ કટાક્ષપ્રિય, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ ચાલબાજીવાળા, મંગળ-હર્ષલ યુતિ સમતોલપણા વિનાના.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, મંગળ-રાહુ યુતિ, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ (તા. ૨), મંગળ-હર્ષલ યુતિ (તા. ૨) બુધ મઘા નક્ષત્ર પ્રવેશ.
ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક મંગળ-મેષ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-
તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.