પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), શુક્રવાર, તા. ૨૯-૭-૨૦૨૨, શ્રાવણ શુક્લપક્ષ આરંભ
ભારતીય દિનાંક ૭, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી ૧૮મો રશ્ને, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
મીસરી રોજ ૧લો માહે ૧લો મોહરમ સને ૧૪૪૪
નક્ષત્ર પુષ્ય સવારે ક. ૦૯-૪૬ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૪૯, મધ્ય રાત્રે ક. ૦૦-૩૨
ઓટ: સાંજે ક. ૧૮-૪૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – પ્રતિપદા. ઈષ્ટિ, શ્રાવણ શુક્લ પક્ષ પ્રારંભ, શિવપૂજનારંભ, જીવંતિકા પૂજન, મહાલક્ષ્મી સ્થાપન અને પૂજન, નક્તવ્રતારંભ.
શુભાશુભ દિનશુદ્ધિ: (સવારે ક. ૦૯-૪૬ સુધી શુભ)
મુહૂર્ત વિશેષ: શ્રાવણ પ્રતિપદા પર્વ નિમિત્તે શિવપૂજનનો મહિમા. ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, આશ્ર્લેષા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, સુવર્ણ ખરીદી, વિદ્યારંભ, નવા વસ્રો, આભૂષણ, યંત્ર, દસ્તાવેજ, ધાન્ય ભરવું, પશુ લે-વેંચ, દેવદર્શન, દુકાન-વેપાર, નૌકા, બાળકનું અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, પ્રથમ શિવદર્શન.
શ્રાવણ પર્વ મહિમા : શ્રાવણ માસની શિવપૂજા વ્રત નિયમ ઉપવાસ તથા ધાર્મિક નિયમ પાલનનો પ્રારંભ આજથી થાય છે.શ્રાવણ શુક્લ પક્ષમાં દિવસ ૧૫, ક્ષય – વૃદ્ધિ નથી, કૃષ્ણ પક્ષમાં એકમનો ક્ષય, બારશની વૃદ્ધિ તિથિ છે, દિવસ ૧૫ એમ કુલ ૩૦ દિવસનો આ માસ છે. પૂનમ, અમાસનું ગ્રહણ નથી. શ્રાવણમાં રવિ આદિ પ્રત્યેક વાર મુજબ ગ્રહ દેવતાનું પૂજન, જાપ, હવનનો મહિમા છે. આ માસમાં વાસ્તુ-કળશ, ખાત મુહૂર્ત, સર્વદેવતા પ્રતિષ્ઠા મુહુર્ત ગ્રાહ્ય છે. મહાલક્ષ્મી, ગાયત્રી જાપ અનુષ્ઠાન, હનુમાનજીની ભક્તિ, પંચતત્ત્વ, પીપળાના વૃક્ષ આદિના પૂજનનો મહિમા છે. શ્રાવણમાસ સાંસ્કૃતિક ,ધાર્મિક પવિત્ર પર્વોયુક્ત હોઇ અત્યંત મહિમા ધરાવે છે.આચમન: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ કજિયાખોર, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અસ્થિર સ્વભાવ, ચંદ્ર-બુધ યુતિ હાસ્યપ્રિય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ (તા. ૩૦), ચંદ્ર-બુધ યુતિ (તા. ૩૦) ગુરુ સ્તંભી થઈ વક્રી થશે.
ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક મંગળ-મેષ, માર્ગી બુધ-કર્ક, વક્રી ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.