આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), ગુરુવાર, તા. ૨૮-૭-૨૦૨૨,
દિવાસાનું જાગરણ, ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ
ભારતીય દિનાંક ૬, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી ૧૭મો સરોશ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૦મો આવા, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
મીસરી રોજ ૨૯મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
નક્ષત્ર પુનર્વસુ સવારે ક. ૦૭-૦૪ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૧૬, રાત્રે ક. ૨૩-૫૯
ઓટ: સાંજે ક. ૧૮-૧૬, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૧ (તા. ૨૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – અમાવસ્યા. દર્શ અમાવસ્યા, દિવાસાનું રાત્રે જાગરણ, હરિયાળી અમાવસ્યા, અન્વાધાન, દીપપૂજા, આદિ અમાવસ્યા (દક્ષિણ ભારત), ચિતલાગી અમાવસ્યા (ઓરિસ્સા), કરકટ પૂજા (કેરાલા). ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ સવારે ક. ૦૭-૦૪થી સૂર્યોદય (વિવાહે વર્જ્ય)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, તીર્થમાં પિતૃશ્રાદ્ધ તર્પણ, સ્નાન, જપ-તપ-દાન, બ્રાહ્મણ ભોજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નિત્ય થતા દુકાન-વેપાર, ખેતીવાડીના કામકાજ, બી વાવવું, શિવ મંદિરમાં દીપદાનનો મહિમા. દીપ પૂજા. સુવર્ણ ખરીદી, ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ નિમિત્તે શ્રી સુક્ત અભિષેક, શ્રી યંત્રપૂજા, ઈષ્ટ દેવતા મંત્ર અનુષ્ઠાન, અમાવસ્યા અને ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સાધના, મંત્ર, અનુષ્ઠાન, ધ્યાન, યોગાભ્યાસ, ઈષ્ટ દેવતાના મંત્રના અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ યોગ.
આચમન: ચંદ્ર-સૂર્ય યુતિ સ્વાસ્થ્ય માટે સતર્ક રહેવું, બુધ-રાહુ ચતુષ્કોણ સંકુચિત મન, બુધ-હર્ષલ ચતુષ્કોણ કટાક્ષપ્રિય, ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહાનુભૂતિવાળા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય યુતિ (અષાઢી અમાસ યોગ) બુધ-રાહુ ચતુષ્કોણ, બુધ-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ (તા. ૨૯).
ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક, મંગળ-મેષ, માર્ગી બુધ-કર્ક, વક્રી ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.