આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), શનિવાર, તા. ૨૩-૭-૨૦૨૨,
શનિ રોહિણી અમૃતસિદ્ધિયોગ
* ભારતીય દિનાંક ૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ વદ-૧૦
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ વદ-૧૦
* પારસી શહેનશાહી ૧૨મો મોહોર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૨૪મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૧૯-૦૨ સુધી, પછી રોહિણી.
* ચંદ્ર વૃષભમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૨ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સવારે ક. ૦૮-૫૦, રાત્રે ક. ૧૯-૪૫
* ઓટ: બપોરે ક. ૧૪-૩૧, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૮ (તા. ૨૪)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – દસમી. કેરપૂજા (ત્રિપુરા), ભારતીય શ્રવણ માસારંભ, ભદ્રા સમાપ્તિ સ. ૧૧-૨૮, શનિ રોહિણી અમૃતસિદ્ધિયોગ રાત્રે ક. ૧૯-૦૩થી સૂર્યોદય (પ્રયાણે વર્જ્ય). સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં વાહન શિયાળ.
* શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
* મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી હનુમાનચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન, શનિ ગ્રહદેવતાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, ઉંબરાના વૃક્ષનું પૂજન, સવારથી મધ્યાહનનો પ્રવાસ દહીં ખાઈ પ્રારંભવો, ખેતીવાડી, પશુ લેવડદેવડ.
* આચમન: બુધ-ગુરુ ત્રિકોણ પ્રમાણિક.
* ખગોળ જ્યોતિષ: બુધ-ગુરુ ત્રિકોણ, ચંદ્ર કૃત્તિકાના તારા સાથે યુતિ કરે છે.
* ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક મંગળ-મેષ, માર્ગી બુધ-કર્ક, ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.