આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), સોમવાર, તા. ૨૭-૬-૨૦૨૨, શિવરાત્રિ, ભદ્રા સમાપ્તિ

* ભારતીય દિનાંક ૬, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, જયેષ્ઠ વદ-૧૪
*જૈન વીર સંવત ૨૫૪૮, માહે જયેષ્ઠ, તિથિ વદ-૧૪
*પારસી શહેનશાહી ૧૬મો મેહેર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૪થો તીર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૨૮મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૩
* નક્ષત્ર રોહિણી સાંજે ક. ૧૬-૦૨ સુધી, પછી મૃગશીર્ષ.
* ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૩૩ સુધી (તા. ૨૮), પછી મિથુનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૮ સ્ટા.ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૭ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : સવારે ક. ૧૧-૨૩, રાત્રે ક. ૨૩-૦૨
* ઓટ: સાંજે ક. ૧૭-૨૨, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૪ (તા. ૨૮)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – ચતુર્દશી. શિવરાત્રિ, ભદ્રા સમાપ્તિ ક. ૧૬-૩૯. અમૃત સિદ્ધિયોગ સાંજે ક. ૧૬-૦૨થી સૂર્યોદય. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મેષ.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: શિવરાત્રિ પૂજા, ચંદ્રગ્રહદેવતાનું પૂજન, શિવ-પાર્વતી પૂજા, બ્રહ્માજીનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, રાત્રિ જાગરણ, જાંબુના ઔષધીય પ્રયોગો, મધ્યાહનનો પ્રવાસ મગની દાળ ખાઈ પ્રારંભવો, મુંડન કરાવવું નહીં. ધજા, કળશ પતાકા ચઢાવવી, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિનાયક પૂજા.
* આચમન: ચંદ્ર-બુધ યુતિ વિચારો ફર્યા કરે.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ યુતિ
* ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-વૃષભ, ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.