Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતઋતુ),
બુધવાર, તા. ૨૩-૧૧-૨૦૨૨, દર્શ અમાસ, અન્વાધાન
ભારતીય દિનાંક ૨, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી ૧૦મો આવા, માહે ૪થો તીર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૦મો આવા, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૯મો આદર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૮મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
મીસરી રોજ ૨૯મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
નક્ષત્ર વિશાખા રાત્રે ક. ૨૧-૩૬ સુધી, પછી અનુરાધા.
ચંદ્ર તુલામાં સાંજે ક. ૧૬-૦૩ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૧, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સવારે ક. ૧૧-૦૨ રાત્રે ક. ૨૩-૫૩
ઓટ: સાંજે ક. ૧૭-૦૯, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૯ (તા. ૨૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – ચતુર્દશી. અમાસ ક્ષય તિથિ છે. દર્શ અમાસ, અન્વાધાન, શ્રી રંગ અવધૂત પુણ્યતિથિ (નારેશ્ર્વર), વિંછુડો પ્રારંભ સાંજે ક. ૧૬-૦૩, ગુરુ માર્ગી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ઈન્દ્રદેવતાનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, તીર્થમાં શ્રાદ્ધ નારાયણબલિ, નાગબલિ પૂજા, દશવિધ પ્રાયશ્ર્ચિત્ત સ્નાન, વિશેષરૂપે શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા. ગુરુના અભ્યાસ મુજબ ઘી, ગોળ, ખાંડ, તેલ, મગફળી, એરંડિયું, શણ તથા રૂના ભાવમાં મંદી આવશે.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ મતલબી સ્વભાવ, ચંદ્ર-નેપ્ચ્યુન ત્રિકોણ સ્વપ્નદષ્ટા, ચંદ્ર-ગુરુ ત્રિકોણ શેરબજારમાંથી સારો લાભ મળે, ચંદ્ર-સૂર્ય યુતિ લોકપ્રિય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચ્યુન ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય યુતિ (કાર્તિક અમાસ યોગ), ગુરુ સ્થંભી થઇ માર્ગી થશે.
ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ- વૃષભ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મીન, શુક્ર-વૃશ્ર્ચિક, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular