આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), સોમવાર, તા. ૧૮-૭-૨૦૨૨,
બંગાળમાં નાગપંચમી, પંચક
* ભારતીય દિનાંક ૨૭, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ વદ-૫
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ વદ-૫
* પારસી શહેનશાહી ૭મો અમરદાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૪થો તીર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૧૯મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર પૂર્વાભાદ્રપદા બપોરે ક. ૧૨-૨૩ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા.
* ચંદ્ર કુંભમાં સવારે ક. ૦૬-૩૩ સુધી, પછી મીનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : બપોરે ક. ૧૫-૩૮, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૬ (તા. ૧૯)
* ઓટ: સવારે ક. ૦૮-૪૫, રાત્રે ક. ૨૧-૫૨
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, “પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક ) સંવત ૧૯૪૪, “શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – પંચમી. નાગપંચમી (બંગાળ), પંચક. સૂર્ય મહાનક્ષત્ર પુનર્વસુમાં, વાહન ઉંદર.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: નવી નોકરીનો પ્રારંભ, વિશેષરૂપે શનિ-ચંદ્ર-ગુરુ દેવતાનું પૂજન, સર્વશાંતિ પૂજા, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, રાજ્યાભિષેક, પાટ-અભિષેક, બગીચો બનાવવો, માલ વેચવો, ધજા-કળશ પતાકા ચઢાવવી, પરગામ પ્રયાણ મધ્યમ, દેવદર્શન, અન્નપ્રાશન નામકરણ, દુકાન, વેપાર, વાહન, યંત્ર મિત્રતા કરવી. ધાન્ય ભરવું, આંબાનું વૃક્ષ વાવવું, લીમડાનું વૃક્ષ વાવવું, વિદ્યારંભ, ખેતીવાડીના કામકાજ, મધ્યાહનનો પ્રવાસ કારેલાનું શાક ખાઈ પ્રારંભવો, ધ્રુવ દેવતાનું પૂજન, ઘર-ખેતર જમીન લેવડદેવડ, નવી તિજોરીની સ્થાપના નવા વસ્ત્રો, આભૂષણ. શુક્રના અભ્યાસ મુજબ ધાન્યમાં મંદી આવે. વરસાદ, વાયુનો વેગ વધશે. સર્વત્ર વર્ષાૠતુની સુંદરતા તથા કેટલેક ઠેકાણે અતિવૃષ્ટિનું ભયાનક સ્વરૂપ પણ જોવા મળે.
* આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, બુધ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ. શુક્ર આર્દ્રામાં પ્રવેશ.
* ગ્રહ ગોચર: સૂર્ય-કર્ક મંગળ-મેષ, માર્ગી બુધ-કર્ક, ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.