આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), ગુરુવાર, તા. ૧૪-૭-૨૦૨૨,

હિંડોળા પ્રારંભ, મોળાકાતના પારણા

* ભારતીય દિનાંક ૨૩, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ વદ-૧
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ વદ-૧
* પારસી શહેનશાહી ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૧૫મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર ઉત્તરાષાઢા રાત્રે ક. ૨૦-૧૭ સુધી, પછી શ્રવણ.
* ચંદ્ર મકરમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : બપોરે ક. ૧૨-૩૩, મધ્ય રાત્રે ક. ૦૦-૩૦
* ઓટ: સાંજે ક. ૧૮-૪૩,
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ કૃષ્ણ – પ્રતિપદા. ઈષ્ટિ, સૌરાષ્ટ્રમાં મોળાકાતના પારણાં, હિંડોળા પ્રારંભ, અશૂન્યશયન વ્રત.
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૦૮-૨૬ પછી શુભ.
* મુહૂર્ત વિશેષ: સર્વદેવ પ્રતિષ્ઠા. સૂર્ય ગ્રહદેવતાનું પૂજન, વિશ્ર્વદેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, બિલીનું વૃક્ષ વાવવું, સવારથી મધ્યાહનનો પ્રવાસ ફણસ ખાઈ પ્રારંભવો. મુંડન કરાવવું નહીં. અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, મિત્રતા કરવી. સર્વશાંતિ પૂજા, શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રયાણ મધ્યમ, અન્નપ્રાશન, નવા વસ્રો, નવા આભૂષણ ધારણ કરવા, ખેતીવાડી, ધાન્ય ભરવું, બી વાવવું, નવી તિજોરીની સ્થાપના, દુકાન વેપાર નોકરી. સીમંત સંસ્કાર, પ્રાણી પાળવા.
* આચમન: શુક્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ બદનામીનો ભય, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી.
* ખગોળ જ્યોતિષ: શુક્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ
(તા. ૧૫),
* ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-મિથુન ગુરુ-મીન, શુક્ર-મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.