પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. ૩૧-૩-૨૦૨૩ ધર્મરાજ દશમી
ભારતીય દિનાંક ૧૦, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૧૦
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી ૧૮મો રશ્ને, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૯મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૨૫-૫૬ સુધી, પછી આશ્ર્લેષા
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૫ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સવારે ક. ૦૭-૪૨, રાત્રે ક. ૨૧-૨૨,
ઓટ: બપોરે ક. ૧૩-૫૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૨ (તા. ૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ દસમી – ધર્મરાજ દશમી, ગુરુ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. બુધ મેષમાં બપોરે ક. ૧૪-૫૮, સૂર્ય રેવતીમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૬ (તા. ૧લી).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, વિષ્ણુ-લક્ષ્મી પૂજન, પીપળાનું પૂજન, પરદેશગમનનું પસ્તાનું, વિદ્યારંભ, હજામત, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, નવા વસ્રો, વાસણ, દસ્તાવેજ, દુકાન-વેપાર, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, પશુ લે-વેંચ, નૌકા બાંધવી, સુવર્ણ ખરીદી. અગાઉ કળશ પ્રવેશ, વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું.
સોનું, ચાંદી વગેરે ધાતુ, પરવાળુ, ઝવેરાત, ઘઉં, જવ, ચણા વગેરેમાં તેજી. રસકસ પદાર્થો, ગોળ, ખાંડ, તેલ, તલ, સરસવ, ઘી, રૂ, કપાસ વગેરેમાં મંદી આવે. કેટલેક ઠેકાણે પશુઓમાં રોગો જોવા મળે. વરસાદ જણાય.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ શંકાશીલ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ ઉચ્ચ કોટીના માણસોથી સહાય મળે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ (તા. ૧), બુધ અશ્ર્વિની નક્ષત્રમાં. સૂર્યનો ઉત્તર ગોળારંભ, વિષુવદિન. ચંદ્ર પૃથ્વીથી અત્યંત દૂર જાય છે. ચંદ્ર ક્રાંતિવૃત્તથી મહત્તમ ઉત્તરે ૫ અંશ ૧૩ કળાના અંતરે રહે છે. ગુરુનો પશ્ર્ચિમમાં અસ્ત થાય છે અને ૨૬એપ્રિલનાં ઊદીત થશે. બુધ મેષમાં તા.૭ જૂન સુધી રહે છે.
ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.