પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), ગુરુવાર, તા. ૩૦-૩-૨૦૨૩, શ્રી રામ નવમી, શ્રી સ્વામીનારાયણ જયંતી, ચૈત્ર નવરાત્ર સમાપ્ત
* ભારતીય દિનાંક ૯, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૯
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૯
* પારસી શહેનશાહી ૧૭મો સરોશ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* મુુસ્લિમ રોજ ૭મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૮મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
* નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. ૨૨-૫૮ સુધી, પછી પુષ્ય
* ચંદ્ર મિથુનમાં સાંજે ક. ૧૬-૧૪ સુધી, પછી કર્કમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૬ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: રાત્રે ક. ૨૦-૨૭
* ઓટ: બપોરે ક. ૧૨-૧૯, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૩ (તા. ૩૧)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચેત્ર શુક્લ નવમી – શ્રી રામનવમી, શ્રી સ્વામીનારાયણ જયંતી, ચૈત્ર નવરાત્ર સમાપ્ત, ગુરુ પુષ્યામૃતસિદ્ધિયોગ રાત્રે ક. ૨૨-૫૮થી સૂર્યોદય (વિવાહે વર્જ્ય)
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: ગુરુ ગ્રહદેવતાનું પૂજન શ્રેષ્ઠ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, અદિતિ પૂજન, વાંસનું પૂજન, બી વાવવું, પર્વ નિમિત્તે નવા વસ્ર, આભૂષણ, વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી, નિત્ય થતાં પશુ લે-વેંચ, ઘર-ખેતર, જમીન, મકાન લેવડદેવડ, હજામત.
* ચૈત્રી નવરાત્રી પર્વ: શ્રી રામનવમી ઉત્સવ, સર્વત્ર ઉમંગ ઉત્સાહ, મેળા, સાંસ્કૃતિક કાર્યક્રમો, રામાયણ કથા વાંચનનો મહિમા, ભગવાન રામચરિતનું વાંચન,અત્ર, તત્ર સર્વત્ર એમ સર્વ લોકમાં નવરાત્રિનો મહિમા તાદશ્ય પામે છે. આપણા નવરાત્રિ જેવા પર્વોએ આપણી આર્યસનાતન સંસ્કૃતિનું અમૂલ્ય એવું બહુમૂલ્યવાન ઘરેણું છે. આજ રોજ નવરાત્રિ પર્વનું સમાપન થાય છે. શ્રી સિદ્ધિદાયિની માતાજી: સિદ્ધો, ગંધર્વો, યક્ષો, અસૂરો અને દેવતાઓ દ્વારા પણ સદા ભજવા યોગ્ય એવી સિદ્ધિદાયિની દુર્ગાદેવી અમને સિદ્ધિ પ્રદાન કરવાવાળી હો.
* આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ જૂઠું બોલવાની આદત, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સંગીતપ્રિય, મંગળ-શનિ ત્રિકોણ દઢ નિશ્ર્ચયી, શુક્ર-હર્ષલ યુતિ અનેક મિત્રો થાય.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, મંગળ-શનિ ત્રિકોણ (તા. ૩૧), શુક્ર-હર્ષલ યુતિ (તા. ૩૧) ચંદ્ર પુનર્વસુના તારા સાથે યુતિ કરે છે.
* ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.