આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌરવર્ષાઋતુ), બુધવાર, તા. ૧૩-૭-૨૦૨૨, આષાઢી પૂર્ણિમા,

શ્રી ગણેશપૂજા, વ્યાસપૂજા અને ગુરુપૂજનનો બુધવારનો સુંદર યોગ
* ભારતીય દિનાંક ૨૨, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ સુદ-૧૫
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ સુદ-૧૫
* પારસી શહેનશાહી ૨જો બેહમન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૪થો તીર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૧૪મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર પૂર્વાષાઢા રાત્રે ક. ૨૩-૧૮ સુધી, પછી ઉત્તરાષાઢા.
* ચંદ્ર ધનુમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૨ સુધી પછી મકરમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮ સ્ટા. ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સવારે ક. ૧૧-૪૪, રાત્રે ક. ૨૩-૩૮
* ઓટ: સાંજે ક. ૧૭-૪૮, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૦ (તા. ૧૪)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – પૂર્ણિમા. વ્રતની પૂનમ, આષાઢી પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, વ્યાસપૂજા, સૌરાષ્ટ્રમાં મોળાકાતનું જાગરણ, સંન્યાસીના ચાતુર્માસારંભ, વાલ્મીકિ નગરયાત્રા, મન્વાદિ, અન્વાધાન, કોકિલા વ્રતારંભ, શિવશયનોત્સવ (ઓરિસ્સા), મત્યર ડે (કાશ્મીર). ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૪-૦૪, શુક્ર મિથુનમાં સવારે ક. ૧૦-૪૯.
* શુભાશુભ દિનશુદ્ધિ: (બપોરે ક. ૧૨-૪૩ સુધી શુભ)
* મુહૂર્ત વિશેષ: ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી, શુક્ર ગ્રહદેવતાનું પૂજન, કુળદેવી-દેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, તીર્થયાત્રા, તર્પણ શ્રાદ્ધ, પરગામ પ્રયાણ મધ્યમ, મધ્યાહનમાં નીકળવું નહીં. પૂર્વમાં જવું નહીં. વિદ્યારંભ. માલ વેચવો, મિલકત લેવડદેવડ, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચ.
* આચમન: શુક્ર-શનિ ત્રિકોણ વફાદાર, ચંદ્ર-બુધ પ્રતિયુતિ ગપ્પા મારવાની આદત, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃતિ ચંદ્ર-રાહુ ત્રિકોણ સ્થિર સ્વભાવના, સૂર્ય-ચંદ્ર પ્રતિયુતિ પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ થઈ શકે.
* ખગોળ જ્યોતિષ: શુક્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-બુધ પ્રતિયુતિ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, સૂર્ય-ચંદ્ર પ્રતિયુતિ (તા. ૧૪) પૂર્ણિમા યોગ.
ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-મિથુન, ગુરુ-મીન, શુક્ર-વૃષભ/મિથુન, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.