Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ*, ગુરુવાર,
તા. ૨૩-૩-૨૦૨૩ ચેતીચાંદ (સિંધી*, ચંદ્રદર્શન,
* ભારતીય દિનાંક ૨, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૨
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૨
* પારસી શહેનશાહી ૧૦મો આવાં, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૦મો આવાં, માહે ૯મો આદર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* મુુસ્લિમ રોજ ૩૦મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧લો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
* નક્ષત્ર રેવતી બપોરે ક. ૧૪-૦૭ સુધી, પછી અશ્ર્વિની
* ચંદ્ર મીનમાં બપોરે ક. ૧૪-૦૭ સુધી, પછી મેષમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ*, મેષ (અ, લ, ઈ*
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૩ સ્ટા. ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૦ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: બપોરે ક. ૧૩-૧૭, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૬ (તા. ૨૪*
* ઓટ: સવારે ક. ૦૬-૫૫, રાત્રે ક. ૧૯-૦૫
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ દ્વિતિયા – ચેતીચાંદ(સિંધી*, ચંદ્રદર્શન, મું. ૩૦ સામ્યાર્ઘ, દક્ષિણ શૃંગોન્નતિ ૩ અંશ, પંચક સમાપ્તિ બપોરે ક. ૧૪-૦૭
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: પૂષા દેવતાનું પૂજન,બુધ-ગુરુ ગ્રહ દેવતાનું પૂજન,અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું.પરદેશગમનનું પસ્તાનું,સર્વશાંતિ,શાંતિ પૌષ્ટિક પૂજા,નવાં વસ્ત્રો,આભૂષણ,નવા વાસણ,હજામત,વાહન,પશુ લે-વેચ,યંત્ર આરંભ,દસ્તાવેજ,દુકાન,વેપાર,માલ લેવો,નોકરી,બી વાવવું,ધાન્ય ભરવું,સીમંત સંસ્કાર,નામકરણ,દેવદર્શન,અન્નપ્રાશન,પશુ લે-વેચ,ખેતીવાડી.શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
* ચૈત્રી નવરાત્રી પર્વ: ચૈત્રી નવરાત્રીને વાસંતીય નવરાત્રિ એમ પણ ઓળખવામાં આવે. દુર્ગા માતા સ્વરૂપની સ્તુતિ, પાઠ, મંદિરોમાં તથા શ્રદ્ધાવાનો દ્વારા નિત્ય થતી જોવા મળે છે. આપણા શ્ર્વાસને શરીરને ચલાવી રહેલ એ પરમ શક્તિ આપણામાં જ રહેલી છે. એને જાગૃત કરવા માટે પાપો કરવાના બંધ કરીએ તો તુરંત શક્તિનું પ્રાક્ટય અનુભવાશે. મા બ્રહ્મચારિણી માતાજી: જેણે બંને કરકમળોમાં અક્ષમાળા અને કમંડલ ધારણ કરેલ છે. તેવા સર્વશ્રેષ્ઠા બ્રહ્મચારિણી દુર્ગાદેવી મારા ઉપર અતિ પ્રસન્ન હો.
* આચમન: ચંદ્ર-શનિ અર્ધત્રિકોણ કરકસરિયા
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ અર્ધત્રિકોણ, શુક્ર ભરણી નક્ષત્રમાં
* ગ્રહગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -