પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), બુધવાર, તા. ૧૫-૩-૨૦૨૩, કાલાષ્ટમી
* ભારતીય દિનાંક ૨૪, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
*વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન વદ-૮
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ વદ-૮
* પારસી શહેનશાહી ૨જો બેહમન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૯મો આદર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૨મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૩મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૦૭-૩૩ સુધી, પછી મૂળ મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૩ સુધી (તા. ૧૬મી), પછી પૂર્વાષાઢા.
* ચંદ્ર વૃશ્ર્ચિકમાં સવારે ક. ૦૭-૩૩ સુધી, પછી ધનુમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૦ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૭ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સાંજે ક. ૧૭-૫૭, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૭ (તા. ૧૬)
* ઓટ: સવારે ક. ૧૦-૩૫, રાત્રે ક. ૨૩-૫૮
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન કૃષ્ણ- અષ્ટમી. કાલાષ્ટમી, મીન માસારંભ, સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી બપોરે ક. ૧૨-૪૮. વિંછુડો સમાપ્તિ સવારે ક. ૦૭-૩૩.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: બુધ ગ્રહદેવતાનું પૂજન, ઈન્દ્ર ગ્રહ દેવતાનું પૂજન, જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સૂર્ય સંક્રાંતિ પુણ્યકાળમાં તીર્થમાં સ્નાન, તર્પણ, જાપ, શિવપાર્વતી, વિષ્ણુ-લક્ષ્મી પૂજા, દાન. ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, વાહન, યંત્ર, ખેતીવાડી, પશુ લે-વેંચ, પ્રાણી પાળવા, મીન માસારંભના કમુહૂર્તા મુંબઈમાં ગ્રાહ્ય નથી.
* આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ગપ્પા મારવાની આદત. મંગળ-નેપ્ચૂન ચતુષ્કોણ મિથ્યાભિમાની. સૂર્ય-ચંદ્ર ચતુષ્કોણ, આપ્તજન સાથેના વ્યવહારમાં મુશ્કેલી પડે. ચંદ્ર નેપ્ચૂન ચતુષ્કોણ બહુ પહોંચેલા, ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાને લગતા કામકાજમાં ફતેહ, ચંદ્ર-રાહુ ત્રિકોણ કાળજીવાળા.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, મંગળ-નેપ્ચૂન ચતુષ્કોણ, સૂર્ય-ચંદ્ર ચતુષ્કોણ, ચંદ્ર નેપ્ચૂન ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ શનિ શતભિષામાં પ્રવેશ.
* ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-કુંભ, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.