પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. ૧૦-૩-૨૦૨૩,
શ્રી શિવાજી મહારાજ જયંતી
ભારતીય દિનાંક ૧૯, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન વદ-૩
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ વદ-૩
પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૮મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં સાંજે ક. ૧૮-૩૭ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૫ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરે ક. ૧૩-૪૮, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૧ (તા. ૧૧)
ઓટ: સવારે ક. ૦૭-૨૮, રાત્રે ક. ૧૯-૨૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન કૃષ્ણ- તૃતીયા. કલ્પાદિ, શ્રી શિવાજી મહારાજ જયંતી (તિથિ પ્રમાણે), ભદ્રા સવારે ક. ૦૯-૨૦ થી રાત્રે ક. ૨૧-૪૨.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: વાયુદેવતા, રાહુદેવતાનું પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, હજામત, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, નવા વસ્ર, આભૂષણ, મહેંદી લગાવવી, વાહન, માલ લેવો, દુકાન-વેપાર, પશુ લે-વેંચ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી, નવી તિજોરીની સ્થાપના, પશુ લેવડદેવડ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન.
આચમન: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ ઉડાઉ સ્વભાવ, ચંદ્ર-મંગળ ત્રિકોણ મહેનતુ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ ત્રિકોણ. ચંદ્ર ચિત્રાના તારા સાથે યુતિ કરે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-કુંભ, ગુરુ-મીન,
શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.