રાજ્યના અર્થસંકલ્પિય બજેટ સેશનમાં આજનો દિવસ ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સંજય રાઉતે દાદા ભૂસે પર કરેલા આક્ષેપથી લઈને આદિત્ય ઠાકરેના લગ્ન બાબતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કરેલી ટિપ્પણી સુધી… આ બધા વચ્ચે વિધાનભવન પરિસરમાં બનેલી એક બીજી ઘટના સૌથી વધુ ચર્ચામાં છે.
કોંકણના ઠાકરે જૂથના વિધાનસભ્ય ભાસ્કર જાધવ આજે સવારે રોજની જેમ જ વિધાન ભવન આવ્યા, પણ વિધાન ભવનમાં અંદર ગયા નહીં. વિધાન ભવનના પગથિયા પર નતમસ્તક પ્રણામ કર્યા અને પાછા ફરી ગયા… ભાસ્કર જાધવ ચોક્કસ કયા કારણોસર નારાજ થયા છે એની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે. પરંતુ ત્યાર બાદ આજે પોતે સભાગૃહમાં કેમ નહીં જાય એનું ખરું કારણ પણ પ્રસાર માધ્યમો સામે આવીને જણાવ્યું હતું.
ભાસ્કર જાધવે પોતાની નારાજગીનું કારણ સ્પષ્ટ જણાવતા કહ્યું હતું કે આજે હું સભાગૃહમાંથી બહાર પડી ગયો છું. આગામી ત્રણ દિવસ ગૃહનું કામકાજ ચાલશે જ, પણ આવતીકાલે ગૂડી પાડવાના દિવસે અમે અમારા ઘરે જાઉં છું. આગામી ત્રણ દિવસ સુધી હું ગૃહમાં આવીશ જ નહીં, મારી આવવાની ઈચ્છા જ નથી. મનમાં પારાવાર વેદના છે. ભાસ્કર જાધવ એક પણ દિવસ ગૃહમાં હાજર રહેતાં નથી પણ આ વખતે મન જાણી જોઈને બોલવાનો મોકો નથી આપ્યો. મને મારા મુદ્દાઓ નહીં રજૂ કરવા આપવામાં આવ્યા. હું નિયમ પ્રમાણે બોલવાનો પ્રયાસ કરું છું. આ અધિવેશન, ગૃહનું કામકાજ ચાલે એ માટે મેં નિયમમાં રહીને મુદ્દાઓ રજૂ કરવાનો પ્રયાસ કર્યો. આગામી ત્રણ દિવસ હું ગૃહમાં નહીં આવું, એવી ભૂમિકા પણ ભાસ્કર જાધવે માંડી હતી. વિદર્ભ, મરાઠવાડામાં ખેડૂત ખૂબ જ મુશ્કેલીમાં છે, કુદરતના કોપને કારણે તેને નુકસાન થઈ રહ્યું છું, હું સભાગૃહમાં પાછો નહીં આવું. મને મારી વાત રજૂ કરવાની તક જ નહીં આપવામાં આવી. આ સભાગૃહ યોગ્ય રીતે ચાલે, એવી આશા સેવાય છે, મારા એક પણ મુદ્દાને રજૂ કરવાની મન તક જ નહીં મળી, જે દુઃખદ છે, એવું પણ જાધવે વધુમાં જણાવ્યું હતું.
મુંબઈની ટેક્સટાઈલ કમિશનર ઓફિસ દિલ્હીમાં ખસેડવામાં આવશે, કેન્દ્ર સરકારે હાલમાં જ આ માટેની પરવાનગી આપી છે. આ મુદ્દે પણ જાધવે સરકારની તીખા શબ્દોમાં ટીકા કરતાં જણાવ્યું હતું કે ટેક્સટાઈલ કમિશનરની ઓફિસ દિલ્હીમાં ખસેડવામાં આવી રહી છે. મુંબઈ એ મિલ મજૂરોની છે. વિદર્ભમાં મોટા પ્રમાણમાં કપાસની પેદાશ થાય છે. 2014માં મહારાષ્ટ્રના અનેક ઉદ્યોગ, મહત્ત્વના ઓફિસર ગુજરાતમાં ગયા. ટેક્સટાઈલ ઓફિસ પણ જો દિલ્હીમાં જઈ રહી હોય તો મહારાષ્ટ્ર કેટલી હદે ખાલી થઈ રહ્યું છે એ મહારાષ્ટ્રની જનતાએ જોવું રહ્યું.