હેડિંગ વાંચીને જરા પણ ગૂંચવાઈ જવાની જરૂર નથી, અહીં બોલીવૂડના શહેનશાહ નહીં પણ ડોંબિવલીમાં આવેલા મોઠાગાવના શહેનશાહની વાત થઈ રહી છે. હવે તમને થશે કે આખરે આ શહેનશાહ છે કોણ તો તમારા જાણ માટે કે આ શહેનશાહ કોઈ માણસ નહીં પણ એક બળદ છે અને 11મી માર્ચના એનો જન્મ દિવસ હતો… તેના જન્મદિવસ નિમિત્તે આખા ગામમાં શહેનશાહને ફેરવીને પ્રભાતફેરી કાઢવામાં આવી હતી અને ગામવાસીઓએ પણ પોતાના લાડકા શહેનશાહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
શહેનશાહના માલિક છે કિરણ મ્હાત્રે અને કિરણ દર વર્ષે ખૂબ જ જોરશોરથી તેમના લાડકા શહેનશાહના જન્મદિવસની ઊજવણી કરે છે. કોરોનાકાળમાં પણ આ રીતે જ તેમણે શહેનશાહનો જન્મદિવસ ઊજવ્યો હતો એ માટે તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. શહેનશાહનો જન્મદિવસ એ મઆત્ર ડોંબિવલી જ નહીં પણ આખા થાણે જિલ્લા માટે ચર્ચાનું કારણ બન્યું છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
ડોંબિવલી વેસ્ટમાં રહેતાં કિરણને શહેનશાહ પર પારાવાર પ્રેમ છે અને તે તેને પોતાના સંતાનની જેમ જ રાખે છે. શહેનશાહના જન્મદિવસે આખા ગામને પાર્ટી આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે અને આ સેલિબ્રેશનનો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. લોકો દૂર-દૂરથી ખાલી આ શહેનશાહને જોવા અને તેને જન્મદિવસની વધાઈ આપવા માટે આવે છે. જન્મદિવસ નિમિત્તે પાર્ટીની સાથે સાથે કેક કટિંગ પણ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઓર્કેસ્ટ્રા પર શહેનશાહના જન્મદિવસ નિમિત્તે ગીત-સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કિરણ દર વર્ષે શહેનશાહનો જન્મદિવસ આટલી જ ધામધૂમથી મનાવે છે અને 2021માં કોરોના કાળમાં પણ તેમણે આ જ રીતે તેનો જન્મદિવસ ઊજવ્યો હતો, જેના માટે તેમની સામે વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.
જાણો છો આજે છે શહેનશાહનો બર્થડે? જોરશોરથી થઈ રહી છે ઊજવણી
RELATED ARTICLES