નવી દિલ્હી: આગામી નાણાકીય વર્ષ માટે મુલકી ઉડ્ડયન ખાતાને ફાળવવામાં આવેલી રકમ ઘટાડીને અડધા કરતા પણ ઓછી એટલે કે રૂ. ૩,૧૧૩.૩૬ કરોડ કરી દેવામાં આવી છે.
ઍર ઈન્ડિયા એસેટ હૉલ્ડિંગ લિ. માટે કરેલી ફાળવણીને કારણે મુલકી ઉડ્ડયન ખાતાને ફાળવવામાં આવેલી રકમમાં આ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
મુલકી ઉડ્ડયન ખાતાને ફાળવવામાં આવેલી આ રકમમાં મહેસૂલ મારફતે રૂ. ૩,૦૨૬.૭૦ કરોડની રકમ અને મૂડી મારફતે રૂ. ૮૬.૬૬ કરોડની રકમનો સમાવેશ થાય છે. સરકારે શરૂ કરેલી ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને પગલે ટાટા ગ્રૂપે ગયા વરસે જાન્યુઆરી મહિનામાં ઍર ઈન્ડિયા પર અંકુશ મેળવ્યો હતો.
રિજિયોનલ ઍર કનેક્ટિવિટી માટે રૂ. ૧,૨૪૪.૦૭ કરોડ ફાળવવામાં આવ્યા છે.
ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) અને બ્યૂરો ઑફ સિવિલ એવિયેશન સિક્યોરિટી (બીસીએએસ) માટે ફાળવવામાં આવેલી રકમ વધારીને અનુક્રમે રૂ. ૭૩.૭૪ કરોડ અને રૂ. ૩૦૯ કરોડ કરવામાં આવી છે.
ઈન્ટરનલ ઍન્ડ એક્સ્ટ્રા બજેટરી રિસોર્સિસ (આઈઈબીઆર) મારફતે એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ) માટે ફાળવવામાં આવેલી રકમ વધારીને રૂ. ૩,૪૪૮.૨૧ કરોડ કરવામાં આવી છે.
રિજિયોનલ ઍર કનેક્ટિવિટી સુધારવા વધુ પચાસ જેટલા ઍરપોર્ટ, હૅલિપોર્ટ્સ તૈયાર કરવામાં આવશે તેમ જ વૉટર ઍરોડ્રામ અને ઍડવાન્સ લૅન્ડિંગ ગ્રાઉન્ડમાં સુધારો કરવામાં આવશે. (એજન્સી)
મુલકી ઉડ્ડયન ખાતાને ₹ ૩,૧૧૩.૩૬ કરોડ ફાળવાયા
RELATED ARTICLES