Homeઆમચી મુંબઈઅમલી પદાર્થની તસ્કરી પર લગામ આણવા માટે કસ્ટમ્સ વિભાગને ‘સ્નિફર’ ડોગ મળશે

અમલી પદાર્થની તસ્કરી પર લગામ આણવા માટે કસ્ટમ્સ વિભાગને ‘સ્નિફર’ ડોગ મળશે

મુંબઈ: એરપોર્ટ કે પછી પોર્ટ માર્ગે થતી અમલી પદાર્થની તસ્કરીને શોધનાર ‘સ્નિફર’ શ્ર્વાન એટલે કે ગંધ થકી શોધી કાઢનારા શ્ર્વાન હવે વિદેશથી આવતાં પાર્સલને તપાસવા માટે તહેનાત કરવામાં આવશે. કસ્ટમ્સ વિભાગ દ્વારા આ અંગે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આને કારણે હવે નજીકના સમયમાં જ ટપાલ વિભાગમાં વિદેશથી આવતા અમલી પદાર્થનાં પાર્સલ શોધવાનું સરળતા રહેશે.
વિદેશથી આવતાં પાર્સલ ફોર્ટમાંના બેલાર્ડ એસ્ટેટ ખાતે મુંબઈ ફોરેન પોસ્ટ ઓફિસમાં આવે છે. છ પ્રમુખ દેશમાંથી આવેલાં આ પાર્સલ બાદમાં શહેરની ટપાલ ઓફિસોમાં મોકલવામાં આવે છે. આ પાર્સલ મારફત હાલમાં ‘હાઈડ્રોપોનિક વિડ’ (પાણી અને કાર્બનની મદદથી અફીણની ખેતી અને તેના પર પ્રક્રિયા કરીને તૈયાર કરવામાં આવતો અમલી પદાર્થ)ની તસ્કરીએ માઝા મૂકી છે. વિદેશથી મોકલવામાં આવતાં પુસ્તકો કે પછી ઈલેક્ટ્રોનિક વસ્તુ, ગ્લોવ્ઝ વગેરે વસ્તુમાં છુપાવીને અમલી પદાર્થ મોકલવામાં આવતાં હોય છે. અનેક વાર આ પાર્સલ પરનું સરનામું ખોટું હોય છે. આ પાર્સલની તપાસ કરવા માટે કસ્ટમ્સ વિભાગે સ્વતંત્ર અધિકારીની નિમણૂક કરી છે.મોટી સંખ્યામાં આવતાં પાર્સલોની તપાસ કરવામાં અગવડ થતી હોય છે. આ તમામ પાર્સલની એરપોર્ટ પર તપાસ થતી હોય છે. તેમ છતાં અમુક સમયે અમુક પાર્સલોમાં અમલી પદાર્થ હોવાની શક્યતા રહેતી હોવાથી ફરી તપાસ કરવામાં આવતી હોય છે. આ બધી પ્રક્રિયામાં ક્યારેક અમલી પદાર્થ નીકળી પણ જતો હોય છે, એટલે તેને ટાળવા માટે સ્નિફર ડોગની માગણી કસ્ટમ્સ વિભાગે કરી હોઇ એ મંજૂર થવાની શક્યતા દેખાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular