TMKOC: તો શું અસિત મોદીને મળી ગયા નવા તારક મહેતા !!!

ફિલ્મી ફંડા

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શૈલેષ લોઢાનું સ્થાન કોણ લેશે એ જાણવાની ચાહકોમાં ઉત્સુકતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિર્માતાઓએ નવા તારક મહેતાના રોલમાં અભિનેતા જૈનરાજ રાજપુરોહિતને ફાઇનલ કરી દીધા છે. આ ટીવી શોના નિર્માતા અસિત મોદીએ આ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ બધી અટકળો છે. એમાં કોઇ સત્ય નથી. જ્યારે પણ તારક મહેતાના રોલમાં કોઇને ફાઇનલ કરવામાં આવશે ત્યારે બધાને જણાવવામાં આવશે.
જૈનરાજ રાજપુરોહિત બાલિકા વધૂ, લગી તુજસે લગન, મિલે જબ હમ તુમ જેવા ઘણા ટીવી શોમાં જોવા મળ્યા છે. આ સિવાય જૈનરાજે બોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ’, ‘આઉટસોર્સ્ડ સલામ વેંકી’ જેવી ફિલ્મોમાં દેખાયો છે. લોકો તેની જોરદાર એક્ટિંગના વખાણ કરતાં થાકતા નથી.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008થી લોકોનું મનોરંજન કરી રહી છે. આ શોને 14 વર્ષ પૂર્ણ થયા છે. પાછલા વર્ષોમાં ઘણા નવા સ્ટાર્સ તારક મહેતા સાથે જોડાયા અને ઘણાએ શોને અલવિદા કહ્યું, પરંતુ આ શોને લઈને લોકોનો ક્રેઝ અને પોપ્યુલારિટી ડગાવી શકયા નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી માત્ર શૈલેષ લોઢા જ નહીં, પણ દિશા વાકાણી, ગુરચરણ સિંહ, નેહા મહેતા જેવા મોટા નામો બહાર નીકળી ગયા છે. જ્યારે આ તમામ સ્ટાર્સે શો છોડી દીધો ત્યારે તેમના ફેન્સ ચોક્કસપણે ચોંકી ગયા હતા, પણ આ બધા વિવાદોથી પરે તારક મહેતા શોએ તેની રમુજી વાર્તા અને નિર્ભેળ મનોરંજનથી લોકોના દિલ જીતી લીધા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.