બબિતા ચાલી ફરવા, શેર કરી તસવીરો

ફિલ્મી ફંડા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં બબિતાજીનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલી મુનમુન દત્તા ફરવાની શોખિન છે. તે દર વર્ષે ટ્રિપ પર જઈને ત્યાંની તસવીરો શેર કરતી હોય છે. છે બે વર્ષથી કોરોનાને કારણે મુનમુન ફરવા જઈ શકી નહોતી, જોકે તેણે હાલમાં જ પોતાની સોલો ટ્રીપના ફોટો શેર કર્યા છે જે ચર્ચાનું કારણ બની રહ્યા છે. મુનમુન હાલમાં થાઈલેન્ડ ફરવા ગઈ છે અને તેણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને લખ્યું હતું કે લાંબા સમય બાદ સોલો ટ્રીપ, ફરીથી હું મારી લાઈફ જીવી રહી છું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.