સોમવારે લોકસભામાં મોંઘવારી પરની ચર્ચા દરમિયાન તૃણમુલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને તેમની લાખોની કિંમતની લુઇ વુટોન બેગ છુપાવતા જોવામાં આવ્યા હતા. જ્યારે તૃણમૂલના કાકોલી ઘોષ મોંઘવારી પર બોલતા હતા, ત્યારે તેમની બાજુમાં બેઠેલા મહુઆ મોઇત્રા, તેમની બાજુની સીટ પરથી તેમની લુઇ વુટોન બેગ તેમના પગ પાસેના ટેબલની નીચે ખસેડતા કેમેરામાં કેદ થયા હતા.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ લુઇ વુટોન બેગની કિંમત રૂ. 1.5 લાખથી વધુ હતી. મોઇત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં ઘણા નેટીઝન્સ પૂછે છે કે ભાવ વધારાના મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહેલા તૃણમૂલ સાંસદ આટલી મોંઘી હેન્ડબેગ કેવી રીતે લઈ શકે છે.
ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિરોધ પક્ષો મોંઘવારી અને અન્ય મુદ્દાઓ પર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. સતત હોબાળા બાદ સરકાર સોમવારે લોકસભામાં અને મંગળવારે રાજ્યસભામાં મોંઘવારી મુદ્દે ચર્ચા કરવા સંમત થઈ હતી.
વાઇરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે TMCના સાંસદ કાકોલી બોલવા માટે ઊભા થયા છે. તેમની બાજુમાં મહુઆ મોઇત્રા બેઠેલા છે. બાજુમાં જ સીટ પર રાખેલી તેમની દોઢ લાખની કિંમતવાળી લુઇ વુટોન બેગ લઇને તેઓ નીચે તેમના પગ પાસે રાખી દે છે.
@MahuaMoitra hiding her $2500 ( 2,00,000) louis vuitton bag during price rise debate..😂😂@PoliticalKida @ARanganathan72 @smitadeshmukh @Spoof_Junkey @delhichatter @ pic.twitter.com/D82a9ph2HM
— JaiShriRam ©️ (@thesaviour78) August 1, 2022
આ ક્લિપ વાઇરલ થયા બાદ લોકોને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. મોંઘવારી પર કેન્દ્રને નિશાન બનાવનાર તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિ સંસદમાં આટલી મોંઘી હેન્ડબેગ કેવી રીતે લઈ જાય છે. મોંઘવારી પરનો તેમનો હોબાળો એ માત્ર દેખાડો જ છે કે શું?
Hypocrisy thy name is TMC.