TMC સાંસદ ‘બિગ બોસ 16’માં?

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

ટીવીનો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગબોસની 16મી સિઝન ઓક્ટોબર મહિનાથી શરૂ થશે ત્યારે આ શોમાં કોણ આવશે એ અંગે ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર શોના મેકર્સે બંગાળી એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંને અપ્રોચ કર્યો હતો.

છેલ્લાં કેટલાંક સમયથી તે ફિલ્મ તથા પૉલિટિક્સ સાથે જોડાયેલા કમિટમેન્ટ્સને કારણે વ્યસ્ત રહે છે. આ જ કારણે નુસરત શોમાં ભાગ લશે કે નહીં તે અંગે સત્તાવાર કોઈ જાણકારી મળી નથી.

નુસરત જહાં પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. આ જ કારણે નુસરતે નિખિલને પોતાના સેપરેશન માટે ડિવોર્સનું આવેદન આપવાનો ઈનકાર કર્યો છે. નુસરતે ઓગસ્ટ, 2021માં દીકરા યીશાનને જન્મ આપ્યો હતો. આ બાળક બંગાળી એક્ટર યશ દાસગુપ્તાનું છે. નુસરત તથા યશે હજી સુધી લગ્ન કર્યા નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.